Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : બાવળા APMC ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં 'ઋણ સ્વીકાર સંમેલન' યોજાયું

અમદાવાદના બાવળા APMC ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં 'ઋણ સ્વીકાર સંમેલન' યોજાયું

X

અમદાવાદના બાવળા APMC ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં 'ઋણ સ્વીકાર સંમેલન' યોજાયું હતું. તેમના મત વિસ્તારના 164 ગામો નર્મદાના કમાન્ડ એરિયામાં સમાવિષ્ટ થતા એક સાંસદ તરીકે સંતોષનો ભાવ વ્યક્ત કરતા કહ્યું હતું કે,ગુજરાત સરકારે પહેલા 153 ગામો અને ત્યારબાદ એકદમ સૂકા ભઠ્ઠ એવા 11 ગામોના ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે સંબોધન કરતા કહ્યું હતું કે, રાજ્ય સરકારે નળકાંઠાના 'નો સોર્સ વિલેજ' એટલે કે, સિંચાઈના પાણીથી વંચિત ગામોનો હવે નર્મદાના નીર મળતા થશે. વર્ષો સુધી સિંચાઈના પાણીથી વંચિત રહેલા 164 ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતા ખેડૂતોએ ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો હતો.

Next Story