Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: પૂર ઝડપેજઈ રહેલ BMW કારના ચાલકે રસ્તા પરથી પસાર થતાંદંપત્તિને લીધુ અડફેટે,પોલીસ તપાસનો ધમધમાટ

BMW કારમાંથી પોલીસને દારૂની બોટલો પણ મળી આવી હતી. જોકે આ બનાવમાં ચોકાવનારી બાબતે એ છે કે કારની ફ્રન્ટ સીટ પર ભાજપનો ખેસ મળી આવ્યો

અમદાવાદ: પૂર ઝડપેજઈ રહેલ BMW કારના ચાલકે રસ્તા પરથી પસાર થતાંદંપત્તિને લીધુ અડફેટે,પોલીસ તપાસનો ધમધમાટ
X

અમદાવાદમાં સીમ્સ હોસ્પિટલ નજીક હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. જેમાં BMW કારચાલકે રસ્તે જતા દંપતિને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળેથી દોઢ કિલોમીટર દૂર કાર મૂકીને ફરાર થઈ ગયો હતો અમદાવાદના સોલાની સીમ્સ હોસ્પિટલ પાસે ગત તા.1 માર્ચે 09:45 વાગ્યાની આસપાસ એક BMW કાર નંબર GJ-01-KV-1008ના ચાલકે ફૂલ સ્પીડે કાર ચલાવીને પતિ-પત્નીને અડફેટે લીધા હતા.

આ બનાવવામાં દંપતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હતું. જેથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે અક્સમાત સર્જાતા કારચાલક બનાવના સ્થળેથી દોઢ કિલોમીટર દૂર કારને મુકીને નાસી ગયો હતો. આ મામલે એન ડિવિઝન પોલીસે ભોગ બનનાર સોલા, વેદાંત શ્રીજી લીવિંગ હોમમાં રહેતા અમીતભાઈ દેવકીનંદન સિંઘલ (ઉં.વ.44)ની ફરિયાદ લીધી હતી.

અમીતભાઈ અને તેમની પત્ની મેઘાબેન બંનેને આ અકસ્માતમાં પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે બીજી બાજુ ઉપરોક્ત BMW કારમાંથી પોલીસને દારૂની બોટલો પણ મળી આવી હતી. જોકે આ બનાવમાં ચોકાવનારી બાબતે એ છે કે કારની ફ્રન્ટ સીટ પર ભાજપનો ખેસ મળી આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Next Story