Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : સિવિલ હોસ્પિટલના OPDમાં વાયરલ ઇન્ફેકશનના રોજના 3,500 દર્દીઓ નોંધાયાં

દર્દીઓમાં તાવ અને ખાંસીના જોવા મળે છે લક્ષણો, શાહીબાગમાં ડેન્ગયુના કારણે બાળકે ગુમાવ્યો જીવ.

X

રાજયમાં કોરોનાનો કહેર માંડ શાંત થયો છે તેવામાં અમદાવાદમાં ફરીથી વાઇરલ ઇન્ફેકશનના કેસોમાં વધારો થઇ રહયો છે. સિવિલ હોસ્પિટલના OPDમાં રોજના 3,500 કરતાં વધારે દર્દીઓ આવી રહયાં છે.

કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે હવે અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉચકયું છે. અમદાવાદ ખાતે આવેલી સિવિલ હોસ્પિટલનું ઓપીડી દર્દીઓથી ઉભરાય રહયું છે. મોટાભાગના કેસમાં તાવ ,શરદી, ખાસીના લક્ષણો જોવા મળી રહયાં છે. એક તરફ રાજયમાં વરસાદની ઘટ છે તેવામાં મચ્છર જન્ય રોગોએ માથુ ઉંચકતાં લોકોમાં પણ કુતુહલ છે. મચ્છર જન્ય રોગચાળાના કારણે OPD વિભાગમાં 15થી 20 ટકા કેસમાં વધારો થયો છે.જયાં પહેલા રોજના 1500 કેસ આવતા હતા જેના સામે હવે રોજના 3500 કેસ સામે આવી રહ્યા છે.

સિવિલ હોસ્પિટલ ખાતે ચકાસણી માટે આવતાં બાળકોની વાત કરવામાં આવે તો રોજના 100 થી 150 બાળકોમાં તાવ,શરદી,ખાંસી જેવા લક્ષણો જોવા મળી રહયાં છે. સોલા સિવિલની OPDમાં રોજના 50થી 60 બાળકોની સારવાર અપાય છે. જેમાં 30થી 35 બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાય છે. અગાઉ સોલા સિવિલમાં 11 મહિના બાળકને સ્વાઈન ફલૂ અને 15 વર્ષના બાળકને ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.જયારે શાહીબાગમાં ડેન્ગ્યુના કારણે 12 વર્ષના બાળકનું મોત થયુ હતું. રોગચાળાને કાબુમાં લેવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દવાઓનો છંટકાવ કરાય રહયો છે તથા બંધિયાર પાણીનો નિકાલ કરવા માટે ટીમો કામે લગાડવામાં આવી છે.

Next Story