Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: કોરોના રિટર્નસ ! 20 મકાનના 85 લોકોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા

દિવાળી તહેવાર બાદ જ અચાનક કોરોના કેસમાં વધારો જોવા મળ્યો

અમદાવાદ: કોરોના રિટર્નસ ! 20 મકાનના 85 લોકોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા
X

રાજ્ય સરકાર દ્વારા કોરોનાની લહેર ઓછી થતાં જ છૂટછાટ આપવામાં આવી હતી ત્યારે છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે લોકો બહાર ગામ ફરવા જઈ શક્યા ન હતા તેથી આ વર્ષે કોરોના કેસ નહિવત હોવાના કારણે સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી હતી તેથી લોકો પોતાના પરિવાર સાથે બહારગામ ફરવા નીકળ્યા અને દિવાળી તહેવાર બાદ જ અચાનક કોરોના કેસમાં વધારો જોવા મળ્યો જેમાં અમદાવાદના પૂર્વ વિસ્તાર નો ઇસનપુર માં આવેલ દેવ કેસ્ટલ -1ના 16 કેસ આવતા 20 મકાનના 85 લોકોને માઇક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો.

દિવાળીના તહેવાર બાદ અમદાવાદના ઇસનપુરમાં આવેલ દેવ કેસ્ટલ-1મા પ્રથમ દિવસે 16 અને આજે 14 કેસ સામે આવતા વિભાગ એકના 20 મકાનના 85 લોકોને સાથે માઇક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો સાથે સાથે અમદાવાદ કોર્પોરેશન દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કેનીગની કામગીરી આગામી સમયમાં કરવામાં આવશે.અમદાવાદ શહેરમાં છેલ્લા 6 મહિનાથી કોઈ ફ્લેટ કે સોસાયટી માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની બહાર હતા.ત્યારે અમદાવાદમાં ફરી એકવાર કોરોનાએ માથું ઉચક્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.

અમદાવાદ શહેરમાં આગામી સમયમાં ઠેર ઠેર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે સાથે સાથે શંકાસ્પદ વ્યક્તિના સેમ્પલ લેવામાં આવશે.ગુજરાતમાં તહેવારને કારણે સરકાર દ્વારા આપવામાં આવેલ છૂટછાટ થી લોકોની અવર જવર ના કારણે ફરી એકવાર કોરોનાએ પગપેસારો કર્યો છે.જેના પગલે અમદાવાદ કોર્પોરેશન કોઇ પણ કચાશ વગર ડોર ટુ ડોર ચેકિંગ કરવામાં અને અલગ અલગ વિસ્તારમાં કોરોના ટેસ્ટીંગ ડોમ બનાવી કોરોના ટેસ્ટીંગ પણ કરવામાં આવશે.

Next Story