Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ક્રિકેટનો સટ્ટો રમાડતો બુકી રાજુ રાણી સોલા વિસ્તારમાંથી ઝડપાયો

IPLની મેચ હોય કે પછી T20 વલ્ડ કપ હોય બુકીઓ તેમના રૂપિયા સટ્ટામાં લગાડતા હોય છે.

અમદાવાદ: ક્રિકેટનો સટ્ટો રમાડતો બુકી રાજુ રાણી સોલા વિસ્તારમાંથી ઝડપાયો
X

સમગ્ર વિશ્વમાં બેટિંગ પર અબજો રૂપિયાની હાર જીત થાય છે. સટ્ટો કોઈ પણ હોય જેમાં અનેક સટોડિયા પોતાના રૂપિયા દાવ લગાવવા માટે બુકીઓને આપતાં હોય છે. લોકલથી માંડીને ઈન્ટરનેશનલ મેચ, ચૂંટણી જેવી બાબતોમાં સટ્ટો રમવા માટે તેઓ એક પણ તુક ગુમાવતા નથી. ગઈકાલે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અમદાવાદના સોલા વિસ્તારમાં રાજુ રાણી નામના બુકીઓના ત્યાં રેડ કરી તેની ધરપકડ કરવામાં આવી છે.

IPLની મેચ હોય કે પછી T20 વલ્ડ કપ હોય બુકીઓ તેમના રૂપિયા સટ્ટામાં લગાડતા હોય છે. ત્યારે ગઈકાલે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા બાતમીના આધારે સોલા વિસ્તારમાં એક બુકીને ઝડપી પડ્યો છે. તેને સોલામાં આરોપી જોડેથી પોલીસે એક લેપટોપ અને 4 મોબાઈલ ફોન કબ્જે કર્યા છે. ત્યારે આ નેટવર્ક ખુબ જ મોટુ હોવાનું ધ્યાનમાં આવ્યું છે. ત્યારે તમામ બાબતે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આ બુકીઓની સાથે પોલીસ પણ મળેલી હોય છે. અમદાવાદમાં અગાઉ એક PSI પકડાઈ ચૂક્યો છે. ત્યારે હવે સોલા પોલીસ પણ શંકાના દાયરામાં આવી છે. શુક્રવારે સ્ટેટ મોનિટરિંગ સેલે સોલામાં ચાલી રહેલા ક્રિકેટ સટ્ટાનો બાતમી મળતાં રેડ કરી હતી. આ રેકેટમાં જીતુ થરાદ, અમિત ઊંઝા, જેવા બુકીઓની તપાસ શરૂ થઈ ગઈ છે.

આ બુકીઓ કોડવર્ડની સટ્ટા નેટવર્ક સાથે કનેક્ટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. સામાન્ય ફોનથી શરૂ થયેલા સટ્ટાનું રેકેટ હવે એપ્લિકેશન, હવાલા અને પોલીસના મેળાપીપણા સુધી આવી ગયું છે. ક્રિકેટના સટ્ટાનો કોઈ વાત આવે ત્યારે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ ક્રિકેટ સ્ટેડિયમમાં બેસીને ફોન પર વાત કરતી તસવીર સામે આવે છે. એક સમયે એવું કહેવામાં આવતું હતું કે, અંડરવર્લ્ડ ડોનના ઈશારે ક્રિકેટ મેચ પર સટ્ટો કાપવામાં આવી હતી. પરંતુ હવે અનેક જગ્યાએ સટ્ટો કપાય છે. જેમાં ગુજરાતના થરાદ, ઊંઝાના બુકીઓ ભારતભરમાં સૌથી મોટા બુકી ગણાય છે.

Next Story