Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: કોરોના રસી મુકાવો અને ઈનામમાં સ્માર્ટ ફોન મેળવો,વાંચો તંત્રની નવી ઓફર

અમદાવાદ: કોરોના રસી મુકાવો અને ઈનામમાં સ્માર્ટ ફોન મેળવો,વાંચો તંત્રની નવી ઓફર
X

કોરોના વેક્સીન અભિયાનમાં ભારત છેલ્લા કેટલાક દિવસોમાં મોટા-મોટા રેકર્ડ બનાવી ચુક્યું છે.

કેન્દ્રની મોદી સરકારે લોકોને વેક્સીન લગાવવા અને વેક્સીનના પ્રચાર સાથે જાગરૂતતા અભિયાન જેવા ઉપાય અપનાવ્યા છે. એ સિવાય પણ કેટલીક જગ્યાએ તો નાગરિકોને ઈનામની લાલચ આપીને પણ વેક્સીન લગાવાઈ રહી છે.અમદાવાદ મહાનગર પાલિકાએ વેક્સીન લેનારાઓ માટે એક લીટર સરસવનું તેલ અને લકી ડ્રો રાખ્યા છે આ યોજના પહેલા ઝૂંપડપટ્ટી અને ગરીબ નાગરીકોને રસીકરણ માટે આકર્ષવા માટે શરુ કરી હતી ત્યાર બાદ હવે લોકો માટે લકી ડ્રોનું પણ એલાન કરવામાં આવ્યું છે. જેઓ રસી લેશે તેનો એક લકી ડ્રો નીકળશે. લકી ડ્રો જીતનારા 25 લોકોને 10-10 હજાર રૂપિયા ઉપરાંત વધારાની ભેટ મળશે. સાથે જ એક લીટર સરસવનું તેલ પણ આપવામાં આવશે અને સ્માર્ટ ફોન આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત 100 ટકા વેક્સીનેશન લક્ષ્ય પ્રાપ્તિ માટે નાગરિકો વચ્ચે જાગરૂતતા અભિયાન પણ ચાલી રહ્યું છે મોદી સરકારે દેશમાં 100 ટકા રસીકરણ અભિયાનનો નિર્ધાર કર્યો છે જેને પાર પાડવા અમદાવાદ મહાનગર પાલિકાએ નવતર અભિગમ અપનાવ્યો છે

Next Story