Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : શહેરમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદ : હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો હતો. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો છે.

X

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો હતો. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો છે.

રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી બે દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. ગુજરાતમાં ફરી એકવાર વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. ખાસ કરીને અમદાવાદમાં બે દિવસથી બફારાના વાતાવરણ વચ્ચે છૂટા-છવાયા ઝરમરિયા બાદ આજે સવારથી વરસાદ તૂટી પડ્યો હતો. વિરામ બાદ ફરી મેધરાજાની શહેરમાં પધરામણી થઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને શહેરના મણીનગર, ખોખરા, હાથીજણ, વસ્ત્રાલ અને નરોડા-નિકોલ સહિતના પૂર્વ વિસ્તારમાં વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. મહત્વનું છે કે, ભારે વરસાદ આવતા નાગરિકોને ભારે બફારામાંથી મુક્તિ મળી હતી જ્યારે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. જોકે અમદાવાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જોકે પંથકમાં મેઘરાજાની એન્ટ્રી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

Next Story