Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ધારાશાસ્ત્રી સાથે આડાસંબંધના વહેમમાં પતિએ પત્નીને માર્યો માર, મામલો પહોંચ્યો પોલીસ મથકે

અમદાવાદ શહેરના એક પોલીસ સ્ટેશનમાં પત્નીએ પતિ સામે ફરિયાદ નોંધાવી છે. યુવતી જે વકીલને ત્યાં નોકરી કરતી હતી

અમદાવાદ: ધારાશાસ્ત્રી સાથે આડાસંબંધના વહેમમાં પતિએ પત્નીને માર્યો માર, મામલો પહોંચ્યો પોલીસ મથકે
X

અમદાવાદ શહેરના એક પોલીસ સ્ટેશનમાં પત્નીએ પતિ સામે ફરિયાદ નોંધાવી છે. યુવતી જે વકીલને ત્યાં નોકરી કરતી હતી તે વકીલ સાથે આડા સંબંધ હોવાની શંકા રાખી પતિએ ઝગડો કર્યો. આ સાથે પતિએ આખી રાત પટ્ટાથી માર માર્યો હતો. વકીલ તેને જબરદસ્તી કરે છે તેવા લખેલા લખાણ પર પરાણે સહી કરાવી આખી રાત બબાલ કરી પટ્ટાથી માર મારી સવારે પાંચ વાગ્યા સુધી માર માર્યો હતો. જેથી યુવતીએ ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે.નરોડામાં રહેતી 22 વર્ષીય યુવતી એડવોકેટ ના ત્યાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરે છે. વર્ષ 2019 માં જ આ યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદથી જ યુવતી તેના પતિ ત્રાસ આપી માર મારવા લાગ્યો હતો.

યુવતી ઘરખર્ચ ના પૈસા માંગે તો પણ તેનો પતિ ફટકારતો હતો. બે દિવસ પહેલા જ યુવતી તેના પતિ સાથે ઘરે હાજર હતા. ત્યારે અચાનક જ તેના પતિએ જે વકીલના ત્યાં નોકરી કરે છે તેની સાથે આડા સંબંધ છે કહીને યુવતી સાથે બબાલ શરૂ કરી હતી. આવી શંકા ન રાખવાનું યુવતીએ તેના પતિને કહેતા પતિએ કમરમાં પહેરેલો પટ્ટો કાઢી પત્નીને ફટકારી હતી. બાદમાં પતિએ એક ચિઠ્ઠી પર આ યુવતી પાસે સહી જબરદસ્ત થી કરી લીધી હતી. જેમાં લખ્યું હતું કે હું જે વકીલના ત્યાં જવું છું તે મારી સાથે જબરદસ્તી કરે છે, અને આ ચિઠ્ઠી પોતાની પાસે રાખી લઈ હવે વકીલ ને ફસાવી જઈશ તેમ કહી ધમકી આપી હતી. આખી રાત સવાર ના પાંચ વાગ્યા સુધી પતિએ પત્નીને પટ્ટા થી ફટકારી અને ઘરેથી નીકળી ગયો હતો. ઘર માંથી નીકળતી વખતે પતિ બોલતો ગયો કે ઘરે આવું ત્યાં સુધીમાં નીકળી જજો. જેથી કંટાળી પતિને આ અંગે પતિ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Next Story