Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : AMTS અને BRTS બસના મુસાફરોની સુવિધામાં કરાયો વધારો, વાંચો વધુ...

AMTS અને BRTS બસ સેવામાં હવે કેશલેશ સેવા શરૂ કરવામાં આવી છે. AMTS અને BRTS બસમાં અંદાજે 3 લાખ પ્રવાસીઓ મુસાફરી કરે છે

અમદાવાદ : AMTS અને BRTS બસના મુસાફરોની સુવિધામાં કરાયો વધારો, વાંચો વધુ...
X

અમદાવાદમાં AMTS અને BRTS બસ સેવામાં હવે કેશલેશ સેવા શરૂ કરવામાં આવી છે. AMTS અને BRTS બસમાં અંદાજે 3 લાખ પ્રવાસીઓ મુસાફરી કરે છે, ત્યારે AMTS અને BRTSની તમામ બસોમાં કેશલેસ ટિકીટીંગ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં હવે પ્રવાસીઓ મોબાઇલમાં paytm મારફતે ટિકિટ બુક કરાવી શકશે. જે પ્રવાસે પહેલી વખત paytmથી ટિકિટ બુક કરશે તેને પહેલીવાર ફ્રી મુસાફરીનો લાભ મળશે. એટલે કે, તેમના ખાતામાંથી ટિકિટના પૈસા નહીં કપાય.

અમદાવાદમાં CNG બસોના ભાડામાં પણ વધારો કરવામાં આવ્યો છે. નવી 10 જેટલી CNG બસોનો પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે હાલમાં 150થી વધુ CNG અને ઇલેક્ટ્રિક બસો અમદાવાદ શહેરમાં દોડી રહી છે. AMTSના અધિકારીઓ અને ભાજપના સભ્યોને હવે લેપટોપ આપવાની વિવાદાસ્પદ દરખાસ્ત AMTS કમિટીમાં મુકવામાં આવી છે. જોકે, કોર્પોરેશનમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓને જેમ કરોડોના ખર્ચે નવા લેપટોપ આપવામાં આવ્યા છે, તે જ નીતિનો AMTSમાં અમલ કરવાની દરખાસ્ત લવાતા અનેક સવાલો ઉભા થયા છે. તો બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત AMTS અને BRTS બસમાં મુસાફરી કરતાં નાગરીકોને હવે કેશલેસ ટિકિટિની સુવિધા મળશે,

ત્યારે આજથી AMTS દ્વારા તમામ AMTS અને BRTS બસોમાં કેશલેસ ટિકીટીંગ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વર્ષના અંત સુધીમાં અમદાવાદ શહેરમાં તમામ AMTS બસો CNG તેમજ ઇલેક્ટ્રિક બસો હશે. ચાલુ વર્ષે 150 CNG અને 150 ઇલેક્ટ્રિક બસો ખરીદવામાં આવશે. આજે અમદાવાદના વાસણા ટર્મિનલ રીનોવેશન બાદ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વર્ષો જૂના વાસણા બસ ટર્મિનલ રિનોવેશન કરી ટર્મિનસમાં RCC રોડ, શેડ સ્ટેન્થનીંગ, ફુટપાથ, પેવર બ્લોક, કમ્પાઉન્ડ વોલ-ગ્રીલ રીપેરીંગ, કન્ટ્રોલ કેબીન રીપેરીંગ, બિલ્ડીંગના કલર કામ, કેસ કેબીન, કન્ટ્રોલ પોઈન્ટ, કન્સેશન ઓફિસ તેમજ BRTS કન્ટ્રોલ પોઈન્ટ વગેરેનું કામ કરવામાં આવ્યું છે

Next Story