Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : કેજરીવાલ-ભગવંત માને મેળવી ગાંધી આશ્રમની માહિતી, જુઓ કોમ્યુનિકેટર સાથેની ખાસ વાતચીત...

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવત માને આજે અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી.

X

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવત માને આજે અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. લગભગ 30 મિનિટના રોકાણ દરમ્યાન બન્ને મુખ્યમંત્રીઓએ ગાંધી આશ્રમ વિષે આશ્રમના કોમ્યુનિકેટર બેન પાસેથી અનેક માહિતી મેળવી હતી.

અમદાવાદના ગાંધી આશ્રમના કોમ્યુનિકેટર લતાબેન કનેક્ટ ગુજરાત સાથે ખાસ વાતચીત કરી હતી. લતાબેને જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને ગાંધી આશ્રમ વિશે ઘણી માહિતી મેળવી હતી. ભગવત માને ચરખા વિશે વાત કરી હતી. તેઓ ચરખા વિશે ઘણું જાણતા હતા. તેઓએ પંજાબમાં પણ ચરખો ચલાવ્યો છે. પરંતુ અહીંયા અને પંજાબના ચરખામાં ઘણો ફેર છે. જેમાં ચરખાનું મોંઢીયું અલગ હોવાથી દોરો ગુંચવાતો નથી. બન્ને નેતાઓએ ગાંધીજીના ઘર હ્ર્દયકુંજની મુલાકાત લઈ માહિતી મેળવી હતી. લતાબેને વધુમાં જણાવ્યુ હતું કે, પ્રદર્શનની નિહાળતા સમયે તેઓએ અનેક પ્રશ્નો પૂછ્યા હતા.

જેમ કે, મિલ મજૂરો જ્યારે હડતાળ પર ઉતર્યા ત્યારે તેઓ સાથે ગાંધીજી ઉભા રહ્યા હતા, તો ગાંધીજીએ મિલ મજૂરોને કેવી રીતે મદદ કરી હતી તે સહિતની વાતચીત કરી હતી. ચરખાથી લઇ હૃદયકુંજનું મહત્વ અને ગાંધીજીના જીવન વિષે બન્ને મુખ્યમંત્રીઓએ માહિતી મેળવી હતી.

Next Story