Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: સંતાનપ્રાપ્તિ માટે લાલચ આપી પરિણીતા સાથે શરીર સુખ માણતા આરોપીની પોલીસે કરી ધરપકડ

અમદાવાદ: સંતાનપ્રાપ્તિ માટે લાલચ આપી પરિણીતા સાથે શરીર સુખ માણતા આરોપીની પોલીસે કરી ધરપકડ
X

અમદાવાદમાં દિન પ્રતિ દિન બળાત્કારની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. તેવામાં જ ફરી એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં વેજલપુર વિસ્તારમાં પરિણીતાને સંતાન ન થતાં તેને આરોપી સાથે શરીરસુખની માંગ કરતા મહિલા વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાને આરોપી અવારનવાર બ્લેકમેલિંગ કરતો હતો તેની સાથે શરીર સંબંધ બાંધી રાખવા કહેતો હતો. જેનાથી મહિલાએ ત્રાસીને પોલીસમાં ફરિયાદ કરી હતી. જેમાં વેજલપુર પોલીસે બંને પક્ષે ક્રોસ ફરીયાદ દાખલ કરી હતી જેમાં આરોપીની ધરપકડ કરી છે.

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતી એક પરણિત મહિલા વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેને સંતાન પ્રાપ્તિ નથી થતી તો તેને એક વ્યક્તિ ઈમ્તિયાઝ હુસૈન ઉર્ફે જલાલી શેખ નામના વ્યક્તિના સંપર્કમાં આવી હતી. આરોપીએ તેના દોરા ધાગા કરી અને તેને સંતાન પ્રાપ્તિ થશે તેવું કીધું હતું અને તે રીતે તે મહિલાને ઘરે આવતા થયો હતો. ત્યારે આરોપીએ મહિલા જોડે માંગ કરી હતી કે આપડે બન્ને હોટલમાં જઈએ અને તું મારી સાથે સંબધ રાખીશ તો તારે બાળકો થશે.

આરોપીએ પરિણીતાને સંતાન પ્રાપ્તિ થાય તે માટે પોતાની સાથે શરીર સંબંધ બાંધવા માટેની વાત કરતા મામલો બિચક્યો હતો. પરિણીતાએ આરોપીને ઘરમાંથી કાઢી મૂક્યા બાદ તેના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.જુહાપુરાની આ પરિણીતાને લગ્નને 13 વર્ષ થયા હતા પરંતુ લગ્ન બાદ તેને સંતાન પ્રાપ્તિ ના થતા પડોશમાં રહેતી એક બાળકીને તેને એડોપ્ટ કરી હતી. આ દંપતી આરોપી ઇમ્તિયાઝ ના સંપર્ક મા આવી હતી.

સંતાન માટે દોરાધાગા કરી આપવા યુવતીએ આ આરોપીને પોતાના ઘરે બોલાવ્યો હતો. સંતાન પ્રાપ્તિ થતી નથી અને ઘરમાં પણ પ્રોબ્લેમ હોવાનું કહ્યુ હતું. મહિલાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કાર્ય બાદ મામલો વધારે બિચક્યો હતો અને આરોપીના ભાઈઓ પરિણીતાને ઘરે ગયા હતા અને ગાળો બોલીને ફરિયાદ પરત ખેંચવા માટે ધમકી આપી હતી. જેથી પરિણીતાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં કહેવાતા આરોપી ઈમ્તિયાઝ હુસૈન ઉર્ફે જલાલી શેખ, મુબીન, ઇરફાન અને અફરોજ નામના યુવકો વિરુદ્ધ ફરિયાદ કરી છે. ફરિયાદ બાદ પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે અને તપાસ શરૂ કરી છે.

Next Story