Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: પોલીસ જવાનો અને અધિકારીઓએ બેલેટ પેપરથી કર્યું મતદાન, વિશેષ વ્યવસ્થા ઊભી કરાય

ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા પોલીસ જવાનો અને અધિકારીઓએ બેલેટ પેપરથી મતદાન કરી લોકશાહીના સૌથી મોટા પર્વમાં સહભાગી થયા હતા

X

ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા પોલીસ જવાનો અને અધિકારીઓએ બેલેટ પેપરથી મતદાન કરી લોકશાહીના સૌથી મોટા પર્વમાં સહભાગી થયા હતા

આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને સરકારી કર્મચારીઓ પોતાની ફરજ ને લઈને નોકરી ઉપર તહેનાત રહેતા હોય છે. પરિણામે તેઓ મતદાનના દિવસે પોતાના મતદાનનો ઉપયોગ કરી શકતા નથી. તેથી અમદાવાદ શહેર વહીવટી તંત્ર દ્વારા પોલીસ અધિકારી અને કર્મચારી પોતાના મતનો ઉપયોગ કરે છે કે તે માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી.શહેરના પોલીસ હેડક્વાર્ટર ખાતે અલગ અલગ વિધાનસભાના બુથ ઉભા કરવામાં આવ્યા હતા જ્યાં તેઓએ મતદાન કર્યું હતું.આગામી 1લી ડિસેમ્બરે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને મતદાન યોજાનાર છે. ત્યારે અમદાવાદ શહેરના શાહીબાગ ખાતે પોલીસ હેડક્વાટર ખાતે પોલીસ અધિકારીઓ-કર્મચારીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.શહેરની અલગ અલગ બેઠકમાં ફરજમાં રોકાયેલ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો।અમદાવાદ શહેરમાં અંદાજિત ૨૧ હજાર પોલીસ જવાનો સહિત અધિકારીઓ બેલેટ પેપરથી મતદાન કરશે

Next Story