Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ટેક્સને લગતી ફરિયાદ હવે ઓનલાઇન કરી શકાશે, ગેરરીતિના આક્ષેપ બાદ તંત્ર દ્વારા લેવાયો નિર્ણય

5 ઓગસ્ટથી ટેક્સ ખાતાની ફરિયાદ ઓનલાઇન નોંધાવી શકાશે તેમજ જરૂરી પુરાવા પણ ફરિયાદમાં ઓનલાઇન એટેચ કરી શકાશે.

અમદાવાદ: ટેક્સને લગતી ફરિયાદ હવે ઓનલાઇન કરી શકાશે, ગેરરીતિના આક્ષેપ બાદ તંત્ર દ્વારા લેવાયો નિર્ણય
X

ગુજરાતમાં ટેક્સ વિભાગ થતી ગેરરીતિ અને સમસ્યા દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી પદ્ધતિ આપવામાં આવી છે. ઘીરે ઘીરે ટેક્સ ને લગતી કામગીરી ઓનલાઈન કરવામાં આવી રહી છે. ગત 2 મહિના પહેલા લેવાયેલા નિર્ણય પ્રમાણે ટેક્સ વિભાગમાં નામ બદલવાથી લઈ ટેક્સની ચૂકવણી સુધીના કાર્યો તેમજ ફરિયાદ ઓનલાઈન કરી શકાશે.

અગાઉ રેવન્યુ કમિટીના ચેરમેન દ્વારા ટેક્સમાં ગેરરીતિ મામલે સવાલો ઉભા કરવામાં આવ્યા હતા. જે બાદ તંત્ર એ સમગ્ર કામગીરી ઓનલાઈન નું મન બનાવ્યું છે. ત્યારે હવે ટેક્સ ખાતાની ફરિયાદ પણ ઓનલાઇન કરી શકાશે. આજે 12 ઓગસ્ટની રેવન્યૂ કમિટીની મળેલી બેઠકમાં મહત્વનો આ નિર્ણય કરવામાં આવ્યો છે. 15 ઓગસ્ટથી ટેક્સ ખાતાની ફરિયાદ ઓનલાઇન નોંધાવી શકાશે તેમજ જરૂરી પુરાવા પણ ફરિયાદમાં ઓનલાઇન એટેચ કરી શકાશે.

આ માટે AMC દ્વારા 155303 નંબર પણ બહાર પાડવામાં આવ્યો છે ગત એપ્રિલ મહિનામાં જ એએમસીના ટેક્સ વિભાગ માં ગેરરીતિ થયાનું સામે આવ્યું હતું. સિસ્ટમ સાથે ચેડા કરી ટેક્સની રકમ બારોબાર સેટલ કરાઈ હોવાનું સામે આવ્યું હતું.રેવન્યુ કમિટીના ચેરમેન આ બાબતે મ્યુનિ. કમિશ્નર અને વિજિલન્સ વિભાગને પત્ર લખી તપાસની માંગ કરી હતી..ટેક્સ કોર્પોરેશનના ખાતામાં જમા થવાને બદલે સિસ્ટમ સાથે ચેડા કરી ટેક્સના બીલની રકમ અથવા ક્રેડિટ સેટલ કરી દેવામાં આવી હતી

Next Story