અમદાવાદ: લો બોલો ડ્રાઈવર લકઝરી કારમા સુઈ ગયો,કાચ તોડી બહાર કાઢ્યો

માણેકબાગ પાસે લક્ઝુરિયસ કારમાં ડ્રાઇવર સુઈ ગયા અને અફરાતફરી મચી ડ્રાઈવરને કારમાંથી કાઢવા ફાયર બ્રિગેડ બોલાવવી પડી

New Update

માણેકબાગ પાસે લક્ઝુરિયસ કારમાં ડ્રાઇવર સુઈ ગયા અને અફરાતફરી મચી ડ્રાઈવરને કારમાંથી કાઢવા ફાયર બ્રિગેડ બોલાવવી પડી,કારનો કાચ તોડી યુવકને બહાર કાઢવો પડ્યોયુવક નશાની હાલતમાં હોવાની શંકાના આધારે પોલીસ રેસ્ક્યુ કરેલા યુવકને મેડિકલ તપાસ માટે મોકલ્યો

Advertisment

અમદાવાદ ભરચક ટ્રાફિકમાં માણેકબાગ પાસે આવેલા પોપટલાલ પાર્ક નજીક એક લક્ઝરી કારમાં એક યુવક બેભાન હાલતમાં હોવાની શંકાના આધારે લોકોના ટોળા ભેગા થવા લાગ્યા હતા લોકો કારમાં બેઠેલા શખ્સને મૃત માની બૂમો પાડતા હતા ત્યારે કોઈ વ્યક્તિ ફાયર બ્રિગેડને જાણ કરી હતી ફાયરબ્રિગેડની ટીમ કારનો દરવાજો તોડીને યુવકને બહાર કાઢ્યો હતો.આ બનાવની જાણ થતાં સેટેલાઇટ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી યુવક ઉભો થતા લથડીયા ખાતો હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો છે.આજે માણેકબાગ પાસે આવેલા પોપટલાલ પાર્ક નજીક ઓડી કાર ની આસપાસ લોકોના ટોળા ભેગા થવા લાગ્યા હતા આ કારની નજીક જતા લોકો કહેતા હતા કે કારમાં કોઇ વ્યક્તિ મરેલો પડયો છે થોડીવારમાં મોટી સંખ્યામાં લોકો આવવા લાગ્યા અને આ ટોળામાંથી એક વ્યક્તિએ ફાયર બ્રિગેડને જાણ કરી જે બાદ ફાયર બ્રિગેડના અધિકારીઓએ ત્યાં પહોંચી ગયા હતા ડીવીઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખ પહોંચ્યા ત્યારે તેમણે કારનો પાછળનો કાચ તોડી નાખીને આ વ્યક્તિને કારમાંથી બહાર કાઢતા જીવિત હતો હતો તેમણે તાત્કાલિક એમ્બ્યુલન્સને જાણ કરીને હોસ્પિટલ પાસે મોકલી આપ્યો હતો બનાવ અંગે સેટેલાઈટ પોલીસ સ્ટેશનના પી આઈ ડી બી મહેતા જણાવ્યું હતું કે એક યુવકને બહાર કઢાયો છે તે નશાની હાલતમાં હતો કે નહીં તે જાણવા તેને હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવે છે

Advertisment