Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : વટવામાં રહેતી પુર્વ પત્નીની પતિએ ચપ્પુના 27 ઘા મારી કરપીણ હત્યા કરી

અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં રહેતી પુર્વ પત્નીને પતિએ ચપ્પુના 27 જેટલા ઘા મારી બેરહેમીપુર્વક હત્યા કરી નાંખી છે.

અમદાવાદ : વટવામાં રહેતી પુર્વ પત્નીની પતિએ ચપ્પુના 27 ઘા મારી કરપીણ હત્યા કરી
X

અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં રહેતી પુર્વ પત્નીને પતિએ ચપ્પુના 27 જેટલા ઘા મારી બેરહેમીપુર્વક હત્યા કરી નાંખી છે. મૃતક હેમા મરાઠી સુખસાગર સોસાયટીમાં તેના વર્તમાન પતિ સાથે રહેતી હતી.

અમદાવાદના વિંઝોલ ક્રોસિંગ પાસે આવેલી સુખ સાગર સોસાયટીમાં રહેતા હેમા મરાઠી નામની મહિલાને તેના જ પૂર્વ પતિ અજય ઠાકોરએ ચપ્પુના 27 ઘા મારીને હત્યા કરી હોવાનું ખુલ્યું છે. યુવતીના હાલના પતિ મહેશ ઠાકોર વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહત્વનું છે કે હેમા મરાઠીએ થરા ગામમાં રહેતા અજય ઠાકોર સાથે અગાઉ લગ્ન કર્યા હતા અને દોઢ વર્ષ પહેલા તેને મહેશ ઠાકોર સાથે પ્રેમ થઇ જતાં તેણે પોતાના પતિ અજય ઠાકોરને છૂટાછેડા આપ્યા હતાં. હેમા મરાઠીએ ચોટીલા ખાતે મહેશ ઠાકોર સાથે લગ્ન કરી લીધાં હતાં. આ ઘટના બાદ અજય ઠાકોર અને હેમા મરાઠી વચ્ચે વેરના મંડાણ થયાં હતાં.

બુધવારના રોજ રાતના સમયે હેમાના ઘરે તેના પૂર્વ પતિ અજય ઠાકોર તેમજ તેના બે મિત્રો જેમાં એક ભાવેશ અને અન્ય એક શખ્સે જઈને ચપ્પુના ઘા મારી તેની હત્યા નીપજાવી હતી. જોકે આ સમગ્ર ઘટના પડોશીએ નરી આંખે જોઈને મૃતક યુવતીના પતિને જણાવી હતી. જેથી મહેશ ઠાકોર આ મામલે એક યુવતી સહિત ચાર વ્યક્તિ સામે વટવા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં ઇકો કારમાં આવેલા મૃતક યુવતીનો પૂર્વ પતિ અને તેના બે મિત્રો અને એક યુવતીની આ બાબતે સંડોવણી હોવાનું ખુલતાં વટવા પોલીસે આ બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને યુવતીના હત્યારા પતિને અટકાયત કરી છે અને અન્ય મિત્રોને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story