Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : કાંકરિયામાં પ્રવાસીઓનો ધસારો, મ્યુનિસિપલ કોર્પોરેશનને થઈ લાખો રૂપિયાની આવક

અમદાવાદમાં જાણીતી ફરવાની જગ્યા એટલે કે, કાંકરિયા તળાવ અને ઝુમાં દિવાળી હોય કે, ઉનાળુ વેકેશન લોકોની ભીડ ચોક્કસ ઉમટી પડે છે

અમદાવાદ : કાંકરિયામાં પ્રવાસીઓનો ધસારો, મ્યુનિસિપલ કોર્પોરેશનને થઈ લાખો રૂપિયાની આવક
X

અમદાવાદમાં કોરોના મહામારીના કારણે છેલ્લા 2 વર્ષથી દિવાળીનો તહેવારમાં લોકો ધામધૂમથી ઉજવી શક્યા ન હતા. પરંતુ આ વર્ષે કોરોનાનું સંક્રમણ ઓછું થતાં દિવાળીના તહેવારોની રજા માણવા શહેરના અનેક પ્રવાસન સ્થળો પર લોકોની ભીડ ઉમટી પડી છે.

અમદાવાદમાં જાણીતી ફરવાની જગ્યા એટલે કે, કાંકરિયા તળાવ અને ઝુમાં દિવાળી હોય કે, ઉનાળુ વેકેશન લોકોની ભીડ ચોક્કસ ઉમટી પડે છે. કાંકરિયા લેકફ્રન્ટ અને ઝૂમાં દિવાળીની રજાઓમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા. છેલ્લા 5 દિવસમાં 3.26 લાખ લોકોએ કાંકરિયા ઝુ અને લેકફ્રન્ટની મુલાકાત લીધી છે, ત્યારે આ રજાઓના દિવસો દરમ્યાન કાંકરિયામાં લોકોની મુલાકાતથી મ્યુનિસિપલ કોર્પોરેશનને 61.71 લાખ રૂપિયાની આવક થઈ છે. કોરોનાના કારણે ગત વર્ષે જે મજા લોકો માણી શક્યા ન હતા, તેની આ વર્ષે લોકોએ પોતાના પરિવાર સાથે મજા માણી છે. જેમાં બાલવાટિકા પ્રાણી સંગ્રહાલય, બટરફ્લાય પાર્ક સહિતના આકર્ષણોની મજા માણી હતી. જોકે, તા. 3 નવેમ્બરથી 7 નવેમ્બર સુધીમાં કાંકરિયા ઝુ કોમ્પ્લેક્સમાં 1.21 લાખ લોકોએ મુલાકાત લીધી હતી. જેનાથી 42.06 લાખ રૂપિયાની આવક થઈ હતી. જેમાં નોક્ટર્નલ ઝૂની સૌથી વધુ 91,700 લોકોએ મુલાકાત લીધી હતી. જેનાથી 40.21 લાખ રૂપિયાની આવક થઈ હતી, જ્યારે કાંકરિયા લેકફ્રન્ટ અને કિડ્સ સિટીમાં છેલ્લા 5 દિવસમાં 2.04 લાખ મુલાકાતીઓ આવ્યા હતા. જેનાથી 19.65 લાખ રૂપિયાની આવક થવા પામી હતી.

Next Story