Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ માફિયા ડોનની મિલકત પર "બુલડોઝરનો ડોઝ, જાણો સમગ્ર મામલો..?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાલુ ગરદન ના દબાણ પર બુલડોઝર ચલાવવાની કાર્યવાહી કરી છે.

અમદાવાદ માફિયા ડોનની મિલકત પર બુલડોઝરનો ડોઝ, જાણો સમગ્ર મામલો..?
X

અમદાવાદ કુખ્યાત આરોપી કાલુ ગરદન વિરુદ્ધ AMCએ કડક કાર્યવાહી કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાલુ ગરદન ના દબાણ પર બુલડોઝર ચલાવવાની કાર્યવાહી કરી છે. AMCના અધિકારીએ પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત સાથે જુહાપુરા ટીપી 85 પર આવેલી 3 દુકાનોનું ડિમોલિશન કર્યું છે. 2 બુલડોઝર સાથે AMC દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી.અને દબાણ કરવામાં આવેલ તમામ મિલકત તોડી પાડવામાં આવશે અમદાવાદમાં ફરી વાર જે ગેરકાયદે દબાણો થયા છે તેની વિરુદ્ધ તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.


જુહાપુરા કુખ્યાત કાલુ ગરદન ની જે ગેરકાયદેસર ઇમારતો છે તેની પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. ટીપી 85 પર જે ગેરકાયદેસર દુકાન ઉભી કરવામાં આવી છે તેની પર ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે AMC દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે કાલુ ગરદન વિરુદ્ધ શહેરમાં અનેક ગુનાહો નોંધાયા છે ત્યારે શહેર પોલીસ અને એએમસી દ્વારા આ પગલાં લેવામાં આવી રહ્યા છે જુહાપુરા વિસ્તારમાં અનેક કુખ્યાત ગુન્હેગાર સરકારી જમીન પચાવી પાડી છે અને ત્યાં ગેર કાયદેસર મિલ્કતો ઉભી કરી દીધી છે પણ હવે એએમસી દ્વારા આવા દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે .

Next Story