Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ એરપોર્ટને હેરિટેજ લુક આપવા પ્રયાસ,તૈયારીઓ શરૂ કરાય

અમદાવાદ એરપોર્ટ હેરિટેજ લુક આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અમદાવાદ એરપોર્ટ પર ગુજરાત વાયબ્રન્ટ સમિટ લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

અમદાવાદ એરપોર્ટને  હેરિટેજ લુક આપવા પ્રયાસ,તૈયારીઓ શરૂ કરાય
X

અમદાવાદ એરપોર્ટ હેરિટેજ લુક આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અમદાવાદ એરપોર્ટ પર ગુજરાત વાયબ્રન્ટ સમિટ લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જેને લઇને વિશેષ પ્રકારે પાર્કિંગ વ્યવસ્થા ડિવાઇડર પર હેરિટેજ લુક ધરાવતી lights સાફ-સફાઈ અને પ્રવાસીઓની સગવડતાને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. અમદાવાદ એરપોર્ટ પર આવનાર ડેલિગેશનને હેરિટેજ લુક લાગે એવું કરવામાં આવી રહ્યું છે. કોરોના અને ઓમિક્રોનના)વધતાં કેસ વચ્ચે ડેલિગેશનને આવકારવા અમદાવાદ એરપોર્ટ સજ્જ બન્યું છે. ત્યારે રોડ રીસરફેસ અને 24 કલાક હેલ્થ ટીમ ખડેપગે રહેશે.

આ અંગે વાઈબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીના ભાગરૂપે એરપોર્ટ ઓથોરિટી તથા રાજ્ય સરકારની બેઠક યોજાઈ હતી. જેમાં રાજકોટ અને વડોદરા એરપોર્ટ મદદ વાઇબ્રન્ટ માટે આવતા ફ્લાઇટ્સના પાર્કિંગ માટે લેવાઈ શકે છે. બીજી તરફ અમદાવાદ એરપોર્ટ પર સરદાર પટેલ સ્ટેચ્યૂથી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફ જવાના રસ્તા રિસરફેસ કરવામાં આવી રહ્યા છે. સાથે જ ડિવાઈડરને રંગવામાં પણ આવી રહ્યા છે. સાથે સાથે એરપોર્ટ પર અને મુખ્ય રસ્તાઓ પર સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે મહાત્મા મંદિર પહોંચવા માટે અમદાવાદ એરપોર્ટ પહેલું પગથિયું - અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ કે જે જ્યાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટના સમયગાળા દરમિયાન સતત વ્યસ્ત રહેતું હોય છે. વર્ષ 2019માં ઘણા બધા ડેલિગેશન અમદાવાદ પહોંચ્યા હતા. જ્યાં વિદેશથી આવનાર ડેલિગેશન અમદાવાદ એરપોર્ટ મારફતે થઈને ગાંધીનગર વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા જાય છે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર વિદેશી મહેમાનોને આવકારવાની માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. એરપોર્ટ પર અને મુખ્ય રસ્તાઓ પર સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જેથી પ્રથમ પગથિયુંએ પ્રવાસીઓ માટે આરામદાયક બને એરપોર્ટ પર 43 જેટલી ફ્લાઈટ પાર્કિંગની ક્ષમતા - હાલ અમદાવાદના ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કુલ 43 જેટલી ફ્લાઇટ પાર્કિંગની ક્ષમતા છે. અગાઉના વર્ષોમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ વખતે અમદાવાદ એરપોર્ટ પર ખાસ વાઇબ્રન્ટ માટે આવનાર 50થી 60 ફ્લાઇટની મૂવમેન્ટ જોવા મળતી હતી. જોકે આ વર્ષની પરિસ્થતિને જોતા વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેનાર દેશોની સંખ્યા બાબતે પણ અનિશ્ચિતતા જોવા મળી રહી છે. જેથી હાલ આ વાઇબ્રન્ટમાં અગાઉ જેટલી મૂવમેન્ટ જોવા મળે એ શક્યતા ઓછી છે. પરંતુ જો જરૂર પડે તો રાજકોટ અને વડોદરામાં એરપોર્ટની મદદ વાઇબ્રન્ટ માટે આવતા ફ્લાઇટ્સના પાર્કિંગ માટે લેવાશે

Next Story