Connect Gujarat
અમદાવાદ 

IIM અમદાવાદ સ્પષ્ટા, નહિ બદલે લોગોવિવાદ વધતા લીધો નિર્ણંય

IIM અમદાવાદ સ્પષ્ટા, નહિ બદલે લોગોવિવાદ વધતા લીધો નિર્ણંય
X

આઇઆઇએમ અમદાવાદ ઈન્ટરનેશનલ લોગો બદલવાને લઇને વિવાદ એટલો બધા વકર્યો કે તેને લઇને સ્પષ્ટતા કરવાની જરૂર પડી. લોગો બદલવાના વિવાદ બાદ હવે IIM અમદાવાદ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. પોતાની વેબસાઈટ હોમપેજ પર સ્ટેટમેન્ટ જાહેર કરીને સ્પષ્ટતા કરવામાં આવી છે. નિવેદન જાહેર કરીને IIM અમદાવાદ એ જણાવ્યું છે કે જૂના લોગોમાં કોઈ છેડછાડ કરવામાં આવી નથી. વેબસાઈટમાં સુધારા કરતી વખતે લોગો બદલવાની જરૂર જણાઉ હતી પણ લોગોનો રંગ અને ફોન્ટમાં જ બદલાવ કરાયો છે. તો લોગોમાંથી સંસ્કૃત લાઈન હટાવવા મામલે પણ સ્પષ્ટતા કરી છે કે લાઈનને હટાવવામાં નથી આવી.

આઇઆઇએમ અમદાવાદ ઈન્ટરનેશનલ લોગો બદલવાને લઇને વિવાદ વકર્યો હતો. જેને લઇને IIM અમદાવાદને સ્પષ્ટતા આપવાની જરૂર પડી છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે જૂના લોગોમાં કોઈ છેડછાડ કરવામાં આવી નથી. માત્ર લોગોના રંગ અને ફોન્ટ માં સુધારો કરવામાં આવ્યો છે. IIM અમદાવાદ પોતાના નિવેદનમાં જણાવ્યું કે વેબસાઈટમાં સુધારા કરતી વખતે લોગો બદલવાની જરૂર જણાઇ હતી, તો સંસ્કૃત લાઇન ન હટાવવાની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.

સ્ટેટમેન્ટના અંતમાં IIM અમદાવાદ તરફથી કહેવામાં આવ્યું છે કે નવો લોગો વેકેશન બાદ જૂનમાં જાહેર કરી દેવામાં આવશે.મહત્વનું છે કે IIM અમદાવાદ બે લોગો બનાવવાનો નિર્ણય વર્તમાન ડાયરેક્ટર એરલ ડિસોઝાએ કર્યો હોવાની ચર્ચાથી વિવાદ થયો હતો. સંસ્કૃત શબ્દો કાઢીને ઇન્ટરનેશનલ લોગો તૈયાર કરવામાં આવ્યો હોવાની ચર્ચા હતી. તો બીજીબાજુ ફેકલ્ટી કાઉન્સિલની જાણ બહાર લોગો બદલવામાં આવતા ફેલક્ટી કાઉન્સિલે તેનો વિરોધ કર્યો હતો. તેમજ સંસ્કૃત શબ્દ ન કાઢવા જણાવ્યું હતુ.

IIM-Aના 48 અધ્યાપકોએ આ મામલે ડાયરેકટરને પત્ર લખીને વિરોધ કર્યો હતો અને નિર્ણય પરત ખેંચવા માંગણી કરી હતી.IIM-Aના લોગોમાં સંસ્કૃતમાં લખાયું છે 'વિદ્યાવિનિયોગાદ્વિકાસ' જેનો અર્થ થાય છે જ્ઞાન વહેંચવાથી વધે છે. આ શબ્દ હટાવીને ઈન્ટરનેશનલ લોગો તૈયાર કરવામાં આવ્યો હોવાની ચર્ચા હતી. ચર્ચા હતી કે IIMના બે લોગો રહેશે. એક ભારત અને એક વૈશ્વિક ઓળખ માટે.

એકમાં સંસ્કૃત શ્લોક રહેશે અને એકમાં નહીં. આ નિર્ણય ફેકલ્ટી કાઉન્સિલની જાણ બહાર કર્યો હોવાનું જાણતા પૂર્વ ડાયરેક્ટર ડોક્ટર બકુલ ધોળકિયા પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતુ. આ નિર્ણય પ્રથાઓના મૂળભૂત ઉલ્લંઘન સમાન છે એમ પણ બકુલ ધોળકિયાએ જણાવ્યુ હતુ.

Next Story