ગુજરાતના 8 મહાનગરો સિવાય તમામ શહેરોમાંથી રાત્રી કરફ્યુ હટાવી લેવાયો

હવે રાજ્યના ૮ મહાનગરોમાં જ રાત્રિ કરફયુ અમલમાં રહેશે. તારીખ 10મીથી રાત્રે ૧૦ થી સવારે ૬ સુધી 10 દિવસ સુધી રાત્રિ કરફયુ અમલમાં રાખવાનો નિર્ણય કોર કમિટીની બેઠકમાં લેવાયો છે.

New Update

હવે રાજ્યના ૮ મહાનગરોમાં જ રાત્રિ કરફયુ અમલમાં રહેશે. તારીખ 10મીથી રાત્રે ૧૦ થી સવારે ૬ સુધી 10 દિવસ સુધી રાત્રિ કરફયુ અમલમાં રાખવાનો નિર્ણય કોર કમિટીની બેઠકમાં લેવાયો છે. આ ઉપરાંત લગ્ન પ્રસંગ માટે ૧પ૦ વ્યક્તિઓ માટે મંજૂરી આપવામાં આવી છે.

શાળા-કોલેજો અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇનના પાલન સાથે- નિયત એસ.ઓ.પી. સાથે યોજી શકાશે

ધોરણ ૯ થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓ માટેના કોચિંગ-ટયૂશન કલાસીસ સ્થળની ક્ષમતાના પ૦ ટકા વિદ્યાર્થીઓ સાથે બેચ વાઇઝ અને કોરોના એસ.ઓ.પી.ના પાલન સાથે શરૂ કરી શકાશે

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો થતા છૂટછાટમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારે લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ પણ કરી છે.