Connect Gujarat
અમદાવાદ 

PM મોદી અને RSSના સરસંઘ સંચાલક ભાગવત એક સાથે અમદાવાદમાં

ચાર રાજ્યોમાં ચૂંટણી માં પ્રચંડ જીત મેળવ્યા બાદ વડાપ્રધાન મોદી જીતનો જશ્ન મનાવવા અમદાવાદમાં રોડ શો કરી રહ્યાં છે.

PM મોદી અને RSSના સરસંઘ સંચાલક ભાગવત એક સાથે અમદાવાદમાં
X

એક તરફ ગુજરાતમાં ઉત્તર પ્રદેશ સહિત ચાર રાજ્યોમાં ચૂંટણી માં પ્રચંડ જીત મેળવ્યા બાદ વડાપ્રધાન મોદી જીતનો જશ્ન મનાવવા અમદાવાદમાં રોડ શો કરી રહ્યાં છે.બીજી બાજુ અમદાવાદમાં RSSની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠકનો પ્રારંભ થયો છે. આ બેઠકમાં RSS ન વડા મોહન ભાગવત હાજર રહ્યાં છે.

ગુજરાતમાં આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા માટે વડાપ્રધાન સાંસદો, ધારાસભ્યો અને ભાજપના નેતાઓ સાથે બેઠક યોજશે અને ચૂંટણીમાં જીત મેળવવા માટેનું માર્ગદર્શન આપશે. એક બાજુ અમદાવાદમાં સંઘનું મંથન ચાલી રહ્યું છે. બીજી બાજુ વડાપ્રધાન ભાજપના નેતાઓ અને કાર્યકરોને ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવવા માર્ગદર્શન આપી રહ્યાં છે.આ બેઠકમાં હાલ દેશભરમાં 55 હાજર સ્થાનો ઉપર સંઘની પ્રવૃત્તિ ચાલી રહી છે. જે અવનાર બે વર્ષમાં 1 લાખ સુધી કેવી રીતે પહોંચાડી શકાય તે અંગે વિચાર-વિમર્શ કરવામાં આવશે. આ સિવાય કેવા પ્રકારના જનજાગૃતિ કાર્યક્રમો સાથે લોકો વચ્ચે થઈ શકાય તે અંગે અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.


સમગ્ર ભારત દેશમાં ગ્રામીણ વિસ્તારોમાં નાના લઘુ ઉદ્યોગને કેવી રીતે વેગવંતુ બનાવવા માટેના કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવશે. સંઘના સ્વયંસેવકો આવનાર દિવસોમાં ગ્રામ્ય સ્તરે નાના નાના ઉદ્યોગોને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે પણ કામ કરશે.કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી પ્રતિનિધિ સભા યોજાઈ ન હતી. જોકે હવે દેશભરમાં કોરોનાની અસર ઓસરી છે અને પરિસ્થિતિમાં સુધારો થયો છે. ત્યારે આ બેઠક ગુજરાત અમદાવાદ પીરાણા ખાતે મળી રહી છે.આ બેઠકમાં 1248 કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ભાગ લઈ રહ્યા છે. આ બેઠકમાં અખિલ ભારતીય કાર્યવાહી મંડળના પ્રતિનિધિઓ જેમાં પ્રાંત સ્તરના સંઘની મુખ્ય જવાબદારી સંભાળી રહેલ હોદ્દેદારો, જેમાં પ્રચાર, સેવા, બૌદ્ધિક, શારીરિક વિભાગ હોદેદારો ભાગ લઈ રહ્યા છે.

Next Story