Connect Gujarat
અમદાવાદ 

PM મોદી ફરી આવશે ગુજરાતની મુલાકાતે, અમદાવાદમાં વિજ્ઞાન અને ટેકનોલોજી કોન્ફરન્સનું કરશે ઉદઘાટન

આગામી તા. 10મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે આવશે.

PM મોદી ફરી આવશે ગુજરાતની મુલાકાતે, અમદાવાદમાં વિજ્ઞાન અને ટેકનોલોજી કોન્ફરન્સનું કરશે ઉદઘાટન
X

આગામી તા. 10મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે આવશે. PM મોદી રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજીના મંત્રીઓની કોન્ફરન્સનું ઉદઘાટન કરશે. જેમાં 28 રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજીના મંત્રીઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે.

આ કોન્ફરન્સમાં 8 કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટકર્તાઓ પણ સામેલ થશે. તદુપરાંત 100થી વધુ સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગોના CEO આ કાર્યક્રમમાં સામેલ થાય તેવી શક્યતા સેવાઇ રહી છે. મહત્વનું છે કે, સતત 2 દિવસ સુધી વિજ્ઞાન અને ટેક્નોલોજીના મંત્રીઓની આ કોન્ફરન્સ ચાલશે. PM મોદી હજુ તાજેતરમાં જ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં અટલ ફૂટ ઓવર બ્રીજનું લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન તેઓએ અટલજીના સંસ્મરણો યાદ કર્યા હતા. તેમજ PM મોદી રિવરફ્રન્ટ ખાતે આયોજિત ખાદી ઉત્સવમાં પણ હાજરી આપી હતી, જ્યાં PM મોદીએ જાહેર જનસભાને સંબોધી 7500 મહિલાઓ અને પુરૂષો સાથે ચરખો કાંત્યો હતો. તદુપરાંત પીએમ મોદી આ કાર્યક્રમ પૂર્ણ કરતાની સાથે જ પોતાની માતા હીરાબાને પણ મળવા પહોંચ્યા હતા.

Next Story