અમદાવાદ : વ્યારાથી એટીએસએ ઝડપ્યાં 3 નકસલવાદી, જુઓ ગુજરાતમાં બન્યાં કેટલા સભ્યો ?

Update: 2020-07-26 08:21 GMT

ગુજરાત એન્ટી ટેરરીસ્ટ સ્કવોડે તાપી જિલ્લાના વ્યારામાંથી 3 નકસલવાદીઓની ધરપકડ કરી છે. આ ત્રણેય લોકોએ અત્યાર સુધીમાં પથ્થલગડી મુવમેન્ટમાં 150થી વધુ લોકોને સભ્યો બનાવ્યાં હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે.

ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં નકસલવાદનો પગપેસારો થઇ રહયો હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે. એટીએસની ટીમે વ્યારામાંથી ત્રણ નકસલીઓની ધરપકડ કરી છે. તેમણે છેલ્લા કેટલાક સમયમાં 150થી વધુ આદિજાતિના લોકોને પથ્થલગડી મુવમેન્ટના સભ્ય બનાવી દીધા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આદિવાસીઓને કુદરતી સંપતિ પર માત્ર અને માત્ર તેમનો જ અધિકાર હોવાનું ઠસાવી તેમને સરકાર સામે હિંસક લડાઈ લડવા માટે ઉશ્કેરી સરકાર ઉથલાવવા સુધીના મનસુબા સાથે ચાલતી પથ્થલગડી મૂવમેન્ટના મુળ ગુજરાતમાં કેટલા ઉંડા છે તેની ઝીણવટભરી તપાસ થઈ રહી છે.

તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં વસતા સતીપતી સંપ્રદાયના અનુયાયીઓને ઉશ્કેરવાનું કામ આરોપીઓએ  હાથમાં લીધુ હતુ. સભ્યપદ માટે લોકો પાસેથી રૂ.900, 1000 અને 1200 જેટલી રકમ મેળવી પથ્થલગડી મુવમેન્ટ માટે ફંડ એકત્ર કરવામાં આવ્યુ હોવાની પણ માહિતી બહાર આવી છે. પથ્થલગડી પ્રથાથી સરકાર ઉથલાવવાનો પ્રયાસ કરનાર મૂળ ઝારખંડના બિરસા ઔરૈયા અને સામુ ઔરૈયા કાટસવમ ગામમાં છાપો મારીને ત્યાંથી બંનેની ધરપકડ કરી છે. તેઓને ઝારખંડથી કાટસવન ગામમાં આવ્યાંને  માત્ર ચાર મહિના થયા હતા. છતા ગામવાસીઓએ તેમને સ્વીકારી લીધા હતા. તેઓએ કહ્યું તેઓ મજુર છે. ગામમાં રહેવા દેશો તો સારૂં ખેતીમાં મજુરી કરીને પેટનો ખાડો પુરીશું. તેથી ગામલોકોએ તેમને રહેવા દીધા હતાં.

Tags:    

Similar News