અમદાવાદ : શહેરના બગીચાઓ હવે માત્ર ચાર કલાક માટે ખુલ્લા રહેશે, કોર્પોરેશને ફરીથી બદલ્યો નિયમ

Update: 2020-11-25 12:13 GMT

અમદાવાદમાં જે પ્રમાણે કોરોના સક્ર્મણ વધી રહ્યું છે તેને લઈને કોર્પોરેશન રોજ નવા નિયમો લાવે છે જેમાં અનલોક માં જે ગાર્ડન ખોલવામાં આવ્યા હતા તે ગાર્ડન હવે માત્ર ચાર કલાક માટે જ ખુલ્લા રાખવામાં આવશે..

અમદાવાદમાં વધી રહેલા કોરોના સંક્રમણના કારણે હવે બાગ-બગીચા પણ ફરી વખત બંધ કરવામાં આવશે. 24 કલાક્માંથી માત્ર 4 કલાક માટે આ બાગ-બગીચા ખુલ્લા રાખવવામાં આવશે। સવારે અને સાંજે માત્ર લોકો બે કલાક વોક કરી શકે એટલા પુરતાજ ખુલ્લા રાખવાની પરવાનગી આપવવામાં આવી છે. સવારે 7 થી 9 અને સાંજે 5 થી 7 એમ ચાર કલાક માટે ખુલ્લું રાખવવાની પરવાનગી આપવામાં આવી છે. તંત્ર એવું માની રહયું છે કે,બાગ અને બગીચામાં લોકો તેમના ફેમેલી સાથે આવે છે ને ટોળા વળતા હોય છે જેના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Tags:    

Similar News