અમદાવાદ : તસ્કરએ ચોરી કરવા 6 કીલો વજન ઉતાર્યું, જુઓ કેમ કર્યો આવો "જુગાડ"

આમદવાદનો એક એવો ચોર કે જેણે ચોરી કરતાં પહેલાં ત્રણ મહિના સુધી ડાયટીંગ કરી છ કિલો વજન ઉતાર્યું હતું..

Update: 2021-11-17 10:25 GMT

તમે અત્યાર સુધી અનેક તસ્કરો વિશે સાંભળ્યું હશે પણ આજે અમે તમને બતાવવા જઇ રહયાં છે એવો ચોર કે જેણે ચોરી કરતાં પહેલાં ત્રણ મહિના સુધી ડાયટીંગ કરી છ કિલો વજન ઉતાર્યું હતું...અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ એક એવા ઘરફોડ ચોરની ધરપકડ કરી છે જેની મોડસ ઓપરેન્ડી સાંભળી તમે પણ ચોકી ઉઠશો. કેમકે ચોરી કરતાં પહેલાં તેણે છ કિલો વજન ઉતાર્યું અને ત્રણ વર્ષ અગાઉ જ્યાં ઘરઘાટી તરીકે કામ કરતો તે ઘરમાં જ લાખો રૂપિયાની મત્તાની ચોરી કરી છે. આરોપી મોતી ચૌહાણ છેલ્લા ઘણા સમયથી ઘરઘાટી તરીકે અલગ-અલગ ઘરોમાં નોકરી કરતો હતો. ઘરકામના બહાને તેનો ઇરાદો ઘરમાં મોટી મત્તાનો હાથફેરો કરવાનો હતો. મોતી ચૌહાણે ત્રણ મહિનામાં 5 થી 6 કિલો વજન પણ ઘટાડ્યું હતું જેથી તે ચોરી કરવા માટે ગ્રીલમાંથી ઘરમાં પ્રવેશી શકે..

ઘરફોડ ચોરીના બનાવની વાત કરીએ તો દિવાળીના દિવસોમાં વસંત બિહાર બોપલ ખાતે રહેતા વેપારી પરિવાર સાથે રજાઓ માણવા બહાર ગયા હતાં. આરોપી મોતી ચૌહાણે તેમના ઘરમાં ચોરી કરવા માટે ફુલપ્રુફ પ્લાન બનાવ્યો હતો. તેણે પોતે પોલીસની પકડમાં ન આવે તે માટે બધી જ તરકીબો અજમાવી હતી પણ કહેવાય છે કે ચોરી કરનારની એક ભૂલ પોલીસને ગુનાનો ભેદ ઉકેલવા માટે ખુબજ મહત્વની કડી સાબિત થતી હોય છે તેમ આ કેસમાં પણ બન્યું અને પોલીસે બનાવના સ્થળેથી મળેલી કડીઓના આધારે આરોપી મોતી ચૌહાણને ઝડપી લીધો છે. આ મકાનમાંથી તેણે 57 લાખ રૂપિયાની મત્તાનો હાથફેરો કર્યો હતો.

Tags:    

Similar News