ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને અપાયું બિસ્માર રસ્તા મુદ્દે આવેદન

Update: 2018-10-04 08:33 GMT

ઉમલ્લા પાણેથા, વેલુગામને જોડતો રસ્તો બનાવવાની કરાઇ માંગ

ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા ઉમલ્લા પાણેથા, વેલુગામને જોડતો રસ્તો અતિ બિસ્માર બનતા રસ્તો તાકીદે બનાવવાની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેકટરાલય ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થીત રહી કલેકટરને આવેદન પાઠવાયું હતું.

રોડ રસ્તા મુદ્દે અપાયેલા આવેદનમાં ઉલ્લેખાયા મુજબ ભરૂચ જિલ્લાના ઉમલ્લા પાણેથા,વેલુગામને જોડતા રસ્તા ઉપર મોટા-મોટા ખાડા પડી ગયેલ છે અને ઓવર લોડ ગાડીઓની સતત અવરજવરના કારણે રસ્તાની હાલત ખુબજ બિસ્માર છે. હાલમાં ગુઅજરાત એસ.ટી. વિભાગે પણ આ બિસ્માર રસ્તાના કારણે આ વિસ્તારના તમામ રૂટો રદ્દ કરેલ છે અને ૧૦૮ જેવી ઇમરજન્સી સેવા પણ બંધ કરાઇ છે. જેના પગલે આ વિસ્તારના લોકોને ખુબ હાલાકીનો સામનો કરવો પડે છે. વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર પણ માઠી અસર થાય છે. ખાસ કરીને બિસ્માર રસ્તાના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે.

રસ્તા બાબતે ભરૂચ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં R&B(PWD)ડિવિઝન ભરૂચ દ્વારા જિલ્લામાં જે રસ્તાઓના કામ કરવામાં આવ્યા છે. જે રસ્તા ખુબજ ટુંકાગાળામાં બિસ્માર થઈ જવા પામ્યા છે.આટલા ટુંકા સમયમાં રસ્તાઓ વિસ્માર બનતા રસ્તાની કામગીરીમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરી તેમાં મોટો ભ્રષ્ટાચાર આચરાયો હોવાનું લાગી રહ્યું છે.

ભરૂચ જિલ્લાના નેત્રંગ,વાલિયા,ઝઘડીયા તાલુકામાં થયેલ સુવિધાપથ અન્વયે થયેલ રસ્તાઓમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારના પગલે સ્ટ્રીટ લાઇટ, બેસવાના બાકડાઓજેવી પાયાની સુવિધા આપવાની હોવા છતાં ઇજારેદાર દ્વારા તે આપવામાં આવતા નથી.મોટાપાયે ભ્રષ્ટાચારન આક્ષેપ સાથે લોકહિતમાં નિર્ણય કરી તાત્કાલિક અસરથી રસ્તા બનાવવા જેતે એજંન્સી અને વહિવટી અધિકારીઓને હૂકમ કરવા અપીલ પણ કરાઇ હતી.

આ આવેદન પાઠવવામાં ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શેરખાન પઠાણ,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી અરવિંદ દોરાવાલા સહીત મોટી સંખ્યમાં કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News