ભરૂચઃ ગ્રાઉન્ડમાં ડ્રાઈવિંગ શીખતી મહિલા દિવાલ તોડી કાર સાથે રસ્તા ઉપર આવી

Update: 2018-12-08 05:45 GMT

સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતાં કાર દિવાલમાં ભટકાયી હતી અને એક્ટિવાને અડફેટે લીધું હતું

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આજરોજ વહેલી સવારે ડ્રાઈવિંગ શીખતી એક મહિલાએ ઈકો કારનાં સ્ટિયરિંગ ઉપર કાબુ ગુમાવ્યો હતો. જેના પગલે કાર દીવાલ સાથે ભટકાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ પુર ઝડપે ઈકો કાર ખુલ્લામાં આવતા નજીકમાં બેઠેલા એક એક્ટિવા ચાલકે જીવ બચાવવા કૂદકો માર્યો હતો. જ્યારે ઈકો કાર એક્ટિવા સાથે ભટકાઈને દીવાલ તોડી બહાર આવી ગઈ હતી.

એક્ટિવાને અડફેટે લેતાં તેને પણ નુકશાન પહોંચ્યું હતું. જ્યારે કારમાં બેઠેલી મહિલા ગભરાઈ ગઈ હતી. જોકે સદનશીબે કોઈ જાનહાની નોંધાઈ નહોતી. અકસ્માતને પગલે સવાર સવારમાં લોકોનાં ટોળા જામ્યા હતા.

ભરૂચનાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આજે સવારનાં સમયે ગ્રાઉન્ડ ઉપર ઈકો કાર નંબર જીજે-16, સીએચ-3280 લઈને એક મહિલા ડ્રાઈવિંગ શીખી રહી હતી. કોઈ કારણોસર મહિલાનો સ્ટિયરિંગ ઉપરનો કાબુ ન રહેતાં કાર દિવાલમાં ભટકાઈ હતી. અને દિવાલ તોડી કાર રસ્તા ઉપર આવી જતાં દોડધામ મચી હતી. અને લોકોનાં ટોળા સ્થળ ઉપર એકઠા થયા હતા. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાયી નથી.

Tags:    

Similar News