ભરૂચ શહેરમાં પાલિકા તંત્રની પ્રિ-મોન્સુન પ્લાનિંગ પર ફરી વળ્યા વરસાદી પાણી: ઠેર ઠેર પડ્યા ખાડા અને ભૂવા

Update: 2019-07-29 10:33 GMT

ભરૂચમાં ઠેર ઠેર મુખ્ય માર્ગો ઉપર જ ખાડા અને ભૂવાઓ પડતા પાલિકાની પ્રી મોન્સુન પ્લાનિંગ પર વરસાદી પાણી ફરી વળતા તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.ભરૂચ શહેરમાં ચોવીસ કલાકમાં ખાબકેલા બે ઇંચ જેટલા વરસાદે પાલિકાનો પ્રિમોન્સુન પ્લાન ધરાશાયી કરી દીધો છે.

શહેરમાં મુખ્યમાર્ગ પર પાંચ થી વધારે સ્થળોએ ઉંડા ભુવા પડતા નગરજનો અને રાહદારીઓ માટે જીવનું જોખમ ઉભું થયું હતું. તો નગરમાં નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાતા પ્રજાજનોને ભારે હાલાકી પડી હતી.પાણી ભરાતા રહીશોની અવર-જવર બંધ થતા જનજીવન અટકી પડ્યું હતું.

ભરૂચશહેરમાં ધોધમાર વરસાદ ખાબકતા ભરૂચ શહેર ખાડા અને ભુવા નગરમાં ફેરવાયું હતું.વિવિધ વિસ્તારોમાં રોડ બેસી જતા વાહનો ખુંપી ગયા હતા.પાલિકા દ્વારા કરાયેલા વિકાસના કામોના નામે અપુરતા પુરાણને પગલે અકસ્માતનો ભોગ બનતી પ્રજાએ આને પાલિકાનો અંધેર વહિવટ ગણાવી તેમના ઉપર રોષ વ્યક્ત કરી આરંભે સુરી પાલિકા ભરૂચ શહેરના મુખ્ય માર્ગો પણ યોગ્ય રીતે માવજત ના કરતી હોવાના આક્ષેપો સાથે તત્કાલ યોગ્ય પુરાણ અને મરામત હાથ ધરાય તેવી માંગ કરી હતી. સાથે વર્ષોથી દર વરસાદે કસક વિસ્તાર,સેવાશ્રમ,પાંચ બત્તી સહિતના ફૂરજા તેમજ ધોળીકુઇ વિસ્તારોમાં થતો જળબંબાકાર માટે પણ યોગ્ય પગલા ભરવા માંગ કરી હતી.

Tags:    

Similar News