ભરૂચ : મુંડા ફળિયાના રહીશોએ પોલીસ તથા સફાઇ કર્મીઓને કર્યા સન્માનિત

Update: 2020-05-15 13:00 GMT

ભરૂચ શહેરના મુંડા ફળિયા વિસ્તારમાં રહેતાં લોકોએ પોલીસ તથા સફાઇ કર્મીઓ પર પુષ્પવર્ષા કરી તેમને સન્માનિત કર્યા હતાં.

શહેરના મુંડા ફળિયામાં રહેતી વૃધ્ધાનો અને ત્યાર બાદ તેના એક નિકટના સ્વજનનો કોરોના વાયરસનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. વૃધ્ધા અને યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું. તકેદારીના ભાગરૂપે મુંડા ફળિયા તથા આસપાસના સમગ્ર વિસ્તારને કવોરન્ટાઇન કરી દેવામાં આવ્યો હતો. મૃતક યુવાનના બે સ્વજનોનો પણ કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવતાં તેમને અંકલેશ્વરની કોવીડ-19 હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. તેઓ હાલ સ્વસ્થ થઇને ઘરે પરત આવી ગયાં છે. હાલ મુંડા ફળિયામાં કોરોના વાયરસનો એક પણ કેસ નથી. કવોરન્ટાઇન દરમિયાન પોલીસ અને સફાઇ કામદારોની કામગીરી સરાહનીય રહી હતી. મુંડા ફળિયાના સ્થાનિક રહીશોએ પોલીસ અને સફાઇ કર્મચારીઓ પર ફુલો વરસાવી તેમની કામગીરીની સરાહના કરી હતી.

Tags:    

Similar News