ભરૂચ : સામાજીક સમરસતા પરિવારે હીંદુ દીકરીઓના રક્ષણની માંગ, જુઓ શું કહી રહયાં છે આગેવાનો

Update: 2020-12-25 13:39 GMT

ગુજરાતમાં હિંદુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી થતાં ધર્માંતરણને રોકવા માટે કાયદો બનાવવાની માંગ પ્રબળ બની રહી છે. સાંસદ મનસુખ વસાવા બાદ હવે સામાજીક સમરસતા પરિવારે કાયદાની માંગણી સાથે પત્રકાર પરિષદ યોજી હતી.

તાજેતરમાં વડોદરાની બ્રાહમણ યુવતીને વિધર્મી યુવાન પ્રેમજાળમાં ફસાવી મુંબઇ લઇ ગયો હતો અને મુંબઇની મસ્જિદમાં યુવતી સાથે લગ્ન કરી લીધાં હતાં. વિધર્મી યુવાનો હિંદુ યુવતીઓને ફસાવીને ધર્માંતરણ કરાવતાં હોવાનો આક્ષેપ સામાજીક સમરસતા પરિવારે કર્યો છે. ઉત્તરપ્રદેશમાં લવ જીહાદના કિસ્સાઓ વધી જતા ત્યાંની સરકારે અલાયદો કાયદો બનાવ્યો છે. ગુજરાતમાં પણ આવા બનાવો રોકવા સરકાર કાયદો બનાવી હીંદુ યુવતીઓને રક્ષણ આપે તેવી માંગ ઉઠી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટા અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ લવ જેહાદ સામે કાયદાની માંગ કરી ચુકયાં છે.

Tags:    

Similar News