અંકલેશ્વર : ખાનગી બસ અને આઈસર ટેમ્પો વચ્ચે અકસ્માત, ટ્રાફિક જામ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 ઉપર ખાનગી લક્ઝરી બસ અને આઈસર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

Update: 2022-05-28 09:40 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 ઉપર ખાનગી લક્ઝરી બસ અને આઈસર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહત અનુભવી હતી.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેર નજીક નેશનલ હાઇવે નંબર 48 ઉપર રાજપીપળા ચોકડી પાસે આવેલ બ્રિજ ઉપર રાજસ્થાનના ચુરુથી સુરત તરફ જતી ખાનગી લક્ઝરી બસ આગળ ચાલતા આઈસર ટેમ્પોના પાછળના ભાગે ધડાકાભેર ભટકાઈ હતી. જોકે, અકસ્માત થતા જ લક્ઝરી બસની બ્રેક ફેઇલ થઈ ગઈ હતી. જેથી બ્રેક ફેઇલ થઈ જતા લક્ઝરી બસ ડિવાઈડર ઉપર ચઢી રસ્તાની વચ્ચોવચ્ચ ઊભી થઈ ગઈ હતી. જેના કારણે હાઇવે ઉપર વાહનોની લાંબી કતારોથી ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ અંકલેશ્વર શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારબાદ રસ્તે વચે બંધ પડેલી લક્ઝરી બસને ક્રેનની મદદથી રોડ સાઈડ કરી ટ્રાફિક હળવો કર્યો હતો. જોકે, બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થતાં સૌકોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

Tags:    

Similar News