અંકલેશ્વર: હાઇવે પર ગમખ્વાર માર્ગ અકસ્માત,ડમ્પર ચાલકે બાઇક સવાર મહિલાને 200 ફૂટ ઢસડતા મોત

હાઇવે પર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં હાઈવા ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક સવાર મહિલાનું કમકમાટીભર્યું મોત નિપજયુ હતું

Update: 2024-01-26 11:00 GMT

અંકલેશ્વર નજીક હાઇવે પર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં હાઈવા ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક સવાર મહિલાનું કમકમાટીભર્યું મોત નિપજયુ હતું

અંકલેશ્વર નજીક માર્ગ અકસ્માતોના બનાવમાં વધારો થયો છે ત્યારે આજે ફરી એકવાર અકસ્માતનો બનાવ બન્યો હતો.અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર સહયોગ હોટલ પાસે પૂર ઝડપે જઈ રહેલ હાઈવા ચાલકે બાઇકને ટક્કર મારી હતી જેમાં બાઇક સવાર મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજયુ હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર હાઈવા ચાલકે મહિલાને 200 ફૂટ સુધી ઢસડી હતી જેમાં ગંભીર ઇજાના પગલે તેનું મોત નિપજયું હતું. આ મામલે પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે

Tags:    

Similar News