અંકલેશ્વર : ઉછાલીની સસ્તા અનાજની દુકાનમાં લાભાર્થીઓનો હોબાળો, માત્રા કરતાં ઓછું અનાજ અપાતું હોવાનો આક્ષેપ...

Update: 2023-01-21 03:46 GMT

ઉછાલી ગામે સસ્તા અનાજની દુકાન વિરુદ્ધ લોકોનો હોબાળો

સસ્તા અનાજની દુકાનમાં હાજર કર્મીનું ઉદ્ધતાઇભર્યું વર્તન

માત્રા કરતાં ઓછું અનાજ અપાતું હોવાનો પણ લોક આક્ષેપ

ગરીબ અને જરૂરિયાત મંદને સરકારની યોજનાનો લાભ મળે અને સસ્તા ભાવે અનાજ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર અનેક વિસ્તારોમાં કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં લાભાર્થીઓને સસ્તા ભાવે અનાજ પૂરું પાડવામાં આવે છે. તેવામાં અંકલેશ્વરના ઉછાલી ગામમાં આવેલ પંડિત દિનદયાળ ગ્રાહક ભંડારના વ્યાજબી ભાવની અનાજની દુકાનમાં લાભાર્થીઓને સસ્તુ અનાજ પૂરતી માત્રામાં આપવામાં ન આવતું હોવાના ગંભીર આક્ષેપ લાભાર્થીઓએ કર્યા છે.

લાભાર્થીઓએ જણાવ્યુ હતું કે, સસ્તા અનાજની દુકાનમાંથી પૂરતી માત્રામાં અનાજ આપવામાં નથી આવતું. ઉપરાંત સ્થાનિકોને છેલ્લા 6 મહિનાથી કે.વાય.સી (KYC)ના નામે અનાજ આપવામાં નથી આવી રહ્યું. એટલું જ નહીં, દુકાન પણ સમયસર ખુલતી નથી, જેના કારણે લોકોને ધક્કા ખાવાનો વારો આવે છે. આ સાથે જ પંડિત દિનદયાળ ગ્રાહક ભંડારમાં હાજર કર્મચારી દ્વારા પણ ઉદ્ધતાઇભર્યું વર્તન કરવામાં આવતું હોવાના લોકોએ આક્ષેપ કર્યા હતા, ત્યારે હાલ તો ઉછાલી ગામે આવેલ સસ્તા અનાજની દુકાન સરકાર તરફથી બંધ કરી દેવામાં આવે અથવા તો અન્ય યોગ્ય એજન્સીને કામ સોપવા માટેની માંગ ઉઠી છે.

Tags:    

Similar News