અંકલેશ્વર : નવા કાંસીયા ગામેથી દારૂના જથ્થા સાથે LCBએ કરી ઝઘડીયાના કુખ્યાત બુટલેગરની ધરપકડ…

નવા કાંસીયા ગામના ગરનાળા પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે ભરૂચ LCB પોલીસે ઝઘડીયાના કુખ્યાત બુટલેગરને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Update: 2023-01-28 12:10 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવા કાંસીયા ગામના ગરનાળા પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે ભરૂચ LCB પોલીસે ઝઘડીયાના કુખ્યાત બુટલેગરને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચ LCB પોલીસનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન બાતમી મળી હતી કે, ઝઘડીયા તાલુકાના ઉચેડીયા ગામનો કુખ્યાત બુટલેગર કાર નંબર-જીજે.૧૬.સીબી.૦૨૯૯માં વિદેશી દારૂનો જથ્થો લઇ જુના છાપરાથી નવા કાંસીયા-મુલદ તરફ જવાનો છે. જેવી તેવી બાતમીના આધારે નવા કાંસીયા ગામના ગરનાળા પાસે પોલીસે વોચ ગોઠવી હતી, તે દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે કારમાંથી વિદેશી દારૂની 24 નંગ બોટલ મળી કુલ 7 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ઝઘડીયા તાલુકાના ઉચેડીયા ગામના કુખ્યાત બુટલેગરને ઝડપી પાડ્યો હતો, જ્યારે અંકલેશ્વરના કાગડીવાડના બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News