ભરૂચ: જયઅંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી,વિવિધ કાર્યક્રમો યોજાયા

જયઅંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ

Update: 2023-08-15 11:04 GMT

ભરૂચની જયઅંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ

ભારત દેશ આઝાદ થયો એના 76 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આજે આજરોજ 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ જયઅંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પણ આઝાદીના આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ ડીસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કના ડિરેક્ટર અને ધારાશાસ્ત્રી હિમાંશુ પટેલે ધ્વજવંદન કર્યું હતું. આ સાથે જ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. આ પ્રસંગે શાળા પરિવાર અને ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહયો હતો

Tags:    

Similar News