ભરૂચ : પગુથણ ગામ નજીક કેનાલમાંથી 12 ફૂટ લાંબા મહાકાય અજગરને રેસક્યું કરાયો...

પગુથણ ગામ નજીકથી પસાર થતી કેનાલમાંથી 12 ફૂટ લાંબા મહાકાય અજગરનું નેચરલ પ્રોટેક્ટ ચેરીટેબલ ટ્રસ્ટની ટીમે રેસક્યું સલામત સ્થળે મુક્ત કર્યો હતો.

Update: 2023-11-04 08:29 GMT

ભરૂચના પગુથણ ગામ નજીકથી પસાર થતી કેનાલમાંથી 12 ફૂટ લાંબા મહાકાય અજગરનું નેચરલ પ્રોટેક્ટ ચેરીટેબલ ટ્રસ્ટની ટીમે રેસક્યું સલામત સ્થળે મુક્ત કર્યો હતો.

ભરૂચના પગુથણ ગામ નજીકથી પસાર થતાં ગામના જ રહેવાસીને કેનાલમાં મહાકાય અજગર દેખા દેતા તેઓએ તાત્કાલિક નેચરલ પ્રોટેક્ટ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્ય હિરેન શાહને અજગર અંગેની જાણ કરી હતી, ત્યારે બનાવના પગલે હિરેન શાહ, જાહિદ દીવાન, મેહુલ વસાવા સહિતની ટીમ કેનાલ નજીક પોહોંચી તપાસ કરતા કેનાલમાં 12 ફૂટ લાંબો મહાકાય અજગર મળી આવ્યો હતો. જીવદયા પ્રેમીઓએ અજગરનું રેસક્યું કરી પકડી પાડ્યો હતો. આ બાબતની જાણ નેચરલ પ્રોટેક્ટ ચેરીટેબલ ટ્રસ્ટ ટીમે વન વિભાગને કરી અજગરને માનવ વસ્તીથી દૂર સુરક્ષિત સ્થળે મુક્ત કરવા કાર્યવાહી હાથ ધરી હતી.

Tags:    

Similar News