ભરૂચ : વાલિયા નેત્રંગ માર્ગ થી ડુંગરીની આડમાં લઈ જવાતો લાખોનો દારૂ સહિત ચાલક ઝડપાયો, એક આરોપી ફરાર

પીકઅપ ગાડીમાં ડુંગળીની આડમાં લઇ જવાતા 3.85 લાખનો દારૂ અને ગાડી મળી કુલ 8.93 લાખના મુદ્દામાલ સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો જયારે અન્ય એક ફરાર થઇ ગયો હતો.

Update: 2022-05-27 09:51 GMT

વાલિયા-નેત્રંગ માર્ગ ઉપરથી સીતારામ સેવા ટ્રસ્ટ પાસેથી પીકઅપ ગાડીમાં ડુંગળીની આડમાં લઇ જવાતા 3.85 લાખનો દારૂ અને ગાડી મળી કુલ 8.93 લાખના મુદ્દામાલ સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો જયારે અન્ય એક ફરાર થઇ ગયો હતો.

મળતી માહિતી અનુસાર, ડેડીયાપાડા તરફથી બોલેરો પીકઅપ ગાડી નંબર-એમ.એચ.39.એ.ડી.1578માં ડુંગળીના જથ્થાની અંદર સંતાડી વિદેશી દારૂ ભરી બે ઈસમો વાલિયા બાજુ આવી રહ્યા છે જેવી બાતમીના આધારે વાલિયા પોલીસ મથકનો સ્ટાફ અલગ અલગ રીતે વાલિયા-નેત્રંગ માર્ગ ઉપર વોચમાં હતો તે દરમિયાન સીતારામ સેવા ટ્રસ્ટ પાસે બાતમી વાળી ગાડી આવતા પોલીસે તેને ઈશારો કરી અટકાવતા એક ઈસમ ગાડીમાંથી કૂદીને ફરાર થઇ ગયો હતો પોલીસે ગાડીમાં તેમાં તપાસ કરતા ડુંગળીના કટ્ટામાંની ઓથમાં સંતાડેલ વિદેશી દારૂની 3840 નંગ બોટલ મળી આવી હતી પોલીસે 3.85 લાખનો દારૂ અને ફોન તેમજ 5 લાખની બોલેરો પીકઅપ,20 નંગ ડુંગળીના કટ્ટા મળી કુલ 8.93 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને બાડમેરના પીકઅપ ચાલક દુર્ગેશ બાલારામ પોખરરામ ચૌધરીને ઝડપી પાડ્યો હતો.

Tags:    

Similar News