ભરૂચ: જંબુસરના અણખી ગામની દૂધડેરીમાં દૂધની ગુણવત્તા તપાસવા મુદ્દે થઈ મારમારી

જંબુસર પોલીસ મથકે સામસામે નોંધાઈ ફરિયાદ

Update: 2021-11-12 12:54 GMT

જંબુસર તાલુકાનાં અણખી ગામે દૂધડેરીમાં દૂધા ભરવા ગયેલા અણખી ગામના મહિપાલસિંહ નામના વ્યક્તિની સંચાલકો સાથે બોલાચાલી થતાં 4 વ્યક્તિઓએ તેને ઢીકાપાટુનો માર મારી ઇજાઓ પહોંચાડી હતી. જે અંગે જંબુસર પોલીસ મથકે 4 ઇસમો વિરુધ્ધ ફરિયાદી નોંધવામાં આવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, શુક્રવારના રોજ સવારના સાત વાગ્યાની આસપાસ ફરિયાદી મેહુલસિંહ સિંધા અણખી ગામની સહકારી દૂધ ડેરીમાં દૂધ ભરવા માટે ગયા હતા. તેમની સાથે તેઓના મામા પ્રવિણસિંહ મોહનસિંહ રાજ પણ ત્યાં દૂધ ભરવા આવ્યા હતા. તે દરમિયાન દૂધ ડેરીના સેક્રેટરી જગદીશ જશભાઈ પટેલને દૂધના ફેટ કાઢવા જણાવતા તેઓ ઉશકેરાઈ ગયા હતા અને તેઓએ તમારા દૂધના ફેટ નહીં નીકળે તેમ જણાવ્યુ હતું અને ગેરવર્તન કરતાં બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ સેક્રેટરી જગદીશ પ્રવિણસિંહને મારવા જતાં દીકરો મહિપાલસિંહ બચાવવા માટે વચ્ચે પડ્યો હતો. જે બાદ દૂધડેરીમાં હાજર અન્ય નંદકુમાર પિયુષ પટેલ, ઉમેશ ડાહ્યા પટેલ, પિયુષ ગોરધન પટેલ નાઓએ અપશબ્દો બોલી પિતા અને પુત્રને ઢીકાપાટુનો માર માર્યો હતો. જોકે, મહિપાલસિંહને નંદકુમારે હાથમાં પહેરેલા લોખંડના કાડા માથાના ભાગે મારતા મહિપલસિંહને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે વડોદરા ખાતે રિફર કરવામાં આવ્યા છે. 

બીજી તરફ જયેશ જશભાઈ પટેલે પણ જંબુસર પોલીસને ફરિયાદી આપતા જણાવ્યુ હતું કે, 'મેહુલસિંહ બલવંતસિંહ સિંધા દૂધ ભરવા માટે આવેલ અને ઉપાડની રકમની માંગણી કરી હતી જેથી અમોએ તેમણે ઉપાડની ના પડતાં મેહુલસિંહ ત્યાથી જતાં રહેલ અને થોડીવારમાં મેહુલસિંહ બળવંતસિંહ સિંધા મહિપાલસિંહ રાજ, કરણસિંહ સિંધા અને પ્રવિણસિંહ સિંધા દૂધ ડેરી આવીને મેહુલસિંહ સિંધાએ મારી સાથે બોલાચાલી કરી હતી. મારી સાથે ત્યાં હાજર પિયુષ પટેલ, ઉમેદ પટેલ અને રવિન્દ્ર પટેલ વચ્ચે બચાવવા પડતાં મેહુલસિંહ સાથે આવેલા ત્રણેયએ ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારવાની ધમકી આપી હતી.' જે અંગેની ફરિયાદી પણ નોંધાઈ છે. ત્યારે જંબુસર પોલીસે બંને પક્ષોની સામસામે ફરીયાદી નોંધી તપાસ શરૂ કરી છે. 

Tags:    

Similar News