ભરૂચ: દેવુ વધી જતા સુરતના યુવાને નર્મદા નદીના ધસમસતા નીર વચ્ચે લગાવી મોતની છલાંગ,વાંચો કેવી રીતે થયો આબાદ બચાવ

સુરતના યુવાનને દેવું વધી જતાં ભરૂચ નજીક નર્મદા નદીમાં તેણે મોતની છલાંગ લગાવી હતી જો કે સદનસીબે તેનો આબાદ બચાવ થયો હતો

Update: 2022-10-12 06:45 GMT

સુરતના યુવાનને દેવું વધી જતાં ભરૂચ નજીક નર્મદા નદીમાં તેણે મોતની છલાંગ લગાવી હતી જો કે સદનસીબે તેનો આબાદ બચાવ થયો હતો

સુરતનો 42 વર્ષીય અલ્પેશ કથરોટિયા નામનો યુવાન પાનનો ગલ્લો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે પરંતુ માથે દેવું વધી જતાં જીવનથી કંટાળીને આપઘાત કરવાનો નિર્ણય લીધો હતો. આ યુવક પોતાની બાઈક લઈને ગત રાત્રીના ભરૂચના સરદાર બ્રિજ પર આવી પહોંચ્યો હતો. અલ્પેશે નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હતી. જોકે નર્મદા નદીમાં પાણીનું વહેણ હોઈ અલ્પેશ ડૂબવાની સાથે પાણીના વહેણમાં તણાવા લાગ્યો હતો. નર્મદા નદીમાં તણાતા ગભરાય ગયેલ અલ્પેશ બચાવો બચાવોની બુમો પાડવા લાગ્યો હતો. પરંતુ રાત્રીનો સમય હોય કોઈએ તેનો અવાજ સાંભળ્યો ન હતો બાદમાં તે સરદાર બ્રિજથી તણાતો તણાતો છેક અંકલેશ્વર નજીક આવેલા ખાલપીયા નજીક ચાલી રહેલી બુલેટ ટ્રેનના બ્રિજની કામગીરીના સ્થળે પહોંચ્યો હતો. આ સમયે તેણે હાથમાં લોખંડની એંગલ પકડી લેતા અને બુમો પાડતા બુલેટ ટ્રેનના બ્રિજ પર કામ કરતા માણસોએ એનો અવાજ સાંભળતાં દોડી આવ્યા હતાં. કામગીરી કરતા કામદારોએ તાત્કાલિક બ્રિજ પરથી હાઈડ્રા મશીનની મદદથી પ્લેટ ઉંચકી અલ્પેશને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. બનાવની સ્થાનિકો સામાજીક કાર્યકર્તા ધર્મેશ સોલંકીને કરતા તેઓ તેમની ટીમ સાથે 108 એમ્બ્યુલન્સને ખાલપીયા ગામે બોલાવી સારવાર અર્થે યુવકને ભરૂચ સીવીલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

Tags:    

Similar News