ભરૂચ : સોયબ પાર્કમાં રહેતા 8 વર્ષીય બાળકે પોતાના જન્મ દિવસે જરૂરિયાતમંદોને ચપ્પલ, ટોપીનું અને ચોકલેટનું વિતરણ કર્યું

8 વર્ષીય બાળકે ગતરોજ ગરમીની ઋતુમાં ચપ્પલ વગર ફરતા બાળકોને 50 જોડી ચપ્પલ, 30 ટોપી અને ચોકલેટનું વિતરણ કરી પોતાના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.

Update: 2024-03-24 07:39 GMT

ભરૂચના સોયબ પાર્કમાં રહેતા 8 વર્ષીય બાળકે ગતરોજ ગરમીની ઋતુમાં ચપ્પલ વગર ફરતા બાળકોને 50 જોડી ચપ્પલ, 30 ટોપી અને ચોકલેટનું વિતરણ કરી પોતાના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.

ભરૂચ શહેરના સોયબ પાર્કમાં રહેતા મહમદ સામીએ પોતના દરેક જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરતો આવ્યો છે, જ્યારે ગતરોજ પણ તેણે પોતાના 8મા જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. હાલમાં ચાલી રહેલી ઉનાળાની ઋતુમાં ગરીબ અને ફૂટપાથ પર જીવન વ્યતીત કરતા બાળકો ધોમધકતા તાપમાં ચપ્પલ વગર ફરતા હોય છે, ત્યારે મોહમ્મદ સામીએ પોતાના જન્મ દિવસે આવા બાળકોને 50 જોડી ચપ્પલ, 30 ટોપી અને ચોકલેટનું પણ વિતરણ કર્યું હતું. જોકે, અગાઉ કોરોના મહામારીના સમયમાં તેના જન્મ દિવસ નિમિત્તે 1 હજાર માસ્ક વેચી લોકોને કોરોનાથી બચવા માટે પ્રેરિત કર્યા હતા. આ અંગે મોહમ્મદ સામીએ જણાવ્યું હતું કે, દરેક બાળકોએ પોતાના જન્મ દિવસ કેક કાપી અને પાર્ટી કરી રૂપિયાનો બગાડ કરવા કરતા આ રૂપિયાથી કોઈ જરૂરીયાતમંદોને મદદ કરી ખરા અર્થમાં જન્મ દિવસની ઉજવણી કરી કહેવાશે.

Tags:    

Similar News