ભરૂચ: આશાવર્કર બહેનોનું વિરોધ પ્રદર્શન,કોરોના ભથ્થુ ચુકવવાની માંગ

Update: 2021-10-18 09:44 GMT

ભરૂચ જિલ્લાની આશાવર્કર બહેનોએ મહિલા શક્તિ સેનાના નેજા હેઠળ વિરોધ પ્રદર્શન કરી કોરોના ભથ્થુ ચુકવવાની માંગ કરી છે. ભરૂચ જીલ્લામાં ફરજ બજાવતી આશાવર્કર બહેનો અને ફેસીલીટેટર બહેનોએ મહિલા શક્તિ સેના સંગઠનના નેજા હેઠળ આજરોજ જિલ્લા પંચાયત કચેરી નજીક વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીને રજૂઆત કરી હતી. આશાવર્કર બહેનો જણાવ્યા અનુસાર વૈશ્વિક કોરોના મહામારી વચ્ચે આંગણવાડી બહેનો જીવના જોખમે લોકોની સેવા કરવા માટે ખડેપગે તૈનાત રહી હતી અને પોતાનું યોગદાન આપ્યું હતું.

સરકાર કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવવાના બદલે તેમનું શોષણ કરી રહી છે. આરોગ્ય વિભાગનું પાયાનું કામ કરનાર આશાવર્કર બહેનો જુલાઇ 2020થી ઓક્ટોબર 2021 સુધીનું કોરોના ભથ્થુ પણ મળ્યું નથી અને 6 મહિનાથી 50 ટકાનો વધારો પણ ચૂકવાયો નથી ત્યારે બાકી પડતું તમામ મહેનતાણુ ચૂકવવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આશાવર્કર બહેનો જોડાય હતી.

Tags:    

Similar News