ભરૂચ : બંગાળી સમાજનો દુર્ગા મહોત્સવ પુર્ણ, સિંધુર ખેલાની રસમ નિભાવી

ભરૂચમાં વસતા બંગાળી સમાજના પરંપરાગત પર્વ દુર્ગા મહોત્સવનું સમાપન થયું છે. દશેરાના દિવસે સિંધુર ખેલાની રસમ નિભાવી દુર્ગા માતાજીની પ્રતિમાનું વિસર્જન કરાયું હતું.

Update: 2021-10-15 13:03 GMT

ભરૂચમાં વસતા બંગાળી સમાજના પરંપરાગત પર્વ દુર્ગા મહોત્સવનું સમાપન થયું છે. દશેરાના દિવસે સિંધુર ખેલાની રસમ નિભાવી દુર્ગા માતાજીની પ્રતિમાનું વિસર્જન કરાયું હતું.....

ભરૂચની શ્રવણ ચોકડી સ્થિત દુર્ગા કમિટી દ્વારા નવરાત્રિમાં દુર્ગા મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે.પશ્ચિમ બંગાળના મૂર્તિકારો દ્વારા પાવન નર્મદા નદીની માટીમાંથી દુર્ગા માતાજીની પ્રતિમાનું નિર્માણ થતું હોય છે. દુર્ગા માતાની સ્થાપના કરી આસો નવરાત્રીની અંતિમ દિન સુધી ઉજવણી કરવામાં આવે છે દુર્ગા મહોત્સવની ઉજવણી દરમિયાન બંગાળી સમાજ દ્વારા પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં. દુર્ગા મહોત્સવના અંતિમ દિવસે મહિ‌લાઓએ બંગાળના જાણીતા તહેવાર સિંધુર ખેલાને જોશભેર ઉજવ્યો હતો. સવારે બિરાદરોએ દશમીની પૂજા બાદ માતાજીની પુષ્પાંજલિની વિધિ કરવામાં આવી હતી. બપોરે દધીકર્મ અને દર્પણ વિસર્જનની વિધિ કરવામાં આવી હતી. બપોરે સિંધુર ખેલામાં મહિ‌લાઓએ એકબીજાને સિંધુર લગાવીને પોતાની અને પતિની લાંબી ઉમર માટેની પ્રાર્થના કરી હતી.

Tags:    

Similar News