ભરૂચ: યુવાનને જીવતો સળગાવવાની ઘટનામાં ચૈતર વસાવા પરિવારજનોની મુલાકાતે

ગત તારીખ-19મી માર્ચના રોજ ભરૂચ શહેરના આલી વિસ્તારમાં રહેતા 21 વર્ષીય કિશન કાલુભાઈ વસાવા પોતાના ઘરમાં સૂઈ રહ્યો હતો

Update: 2024-03-21 11:55 GMT

ભરુચના આલી વિસ્તારમાં પેટ્રોલ છાંટી જીવતા સળગાવીની ઘટનામાં ગંભીર રીતે દાઝી થયેલ કિશન વસાવાની ઈંડિ ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ મુલાકાત લઈ આરોપીને સામે પગલાં ભરવાની માંગ કરી હતી.

ગત તારીખ-19મી માર્ચના રોજ ભરૂચ શહેરના આલી વિસ્તારમાં રહેતા 21 વર્ષીય કિશન કાલુભાઈ વસાવા પોતાના ઘરમાં સૂઈ રહ્યો હતો તે દરમિયાન બુકાનીધારી ઈસમે યુવાનના ઘરમાં પ્રવેશ કરી પેટ્રોલ ભરેલ થેલી મારી સળગતો દીવો નાખી તેને જીવતો સળગાવી દીધો હતો.આગની લપેટમાં આવી થયેલ કિશન વસાવાને સ્થાનિકોએ બચાવી તાત્કાલિક સારવાર માટે પ્રથમ ભરુચ સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટના અંગે ભરુચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ હતી.હાલ યુવાનની આઈ.સી.યુમાં સારવાર ચાલી રહી છે.ત્યારે આજરોજ ઈંડિ ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ કિશન વસાવાની મુલાકાત લીધી હતી અને તેના ખબર અંતર પૂછ્યા હતા યુવાનના પરિવારજનોને સાંત્વના આપી ચૈતર વસાવા અને તેઓના ગ્રૂપથી થતી મદદ કરવાની ખાતરી આપી હતી સાથે દાઝી ગયેલ યુવાન જલ્દી સાજા થાય તેવા આશ્વાસન આપી જીલ્લામાં આદિવાસી સમાજના યુવાનો તેમજ વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે.ટાર્ગેટ કર્યા બાદ તેનું નિરાકરણ નથી આવતું.હુમલાની ઘટનાને ત્રણ દિવસ વીતી ગયા છે.ત્યારે આ ઘટનામાં યોગ્ય તપાસ કરવા સાથે જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

Tags:    

Similar News