ભરૂચ : પાલિકાના માથે અધધ.. 40 કરોડ રૂપિયાનું દેવું, વિપક્ષના આક્ષેપથી ગરમાવો

ભરૂચ નગરપાલિકાના માથે 40 કરોડ રૂપિયાનું દેવું હોવાનો સણસણતો આક્ષેપ વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ કરતાં રાજકારણ ગરમાયું છે.

Update: 2022-03-24 10:33 GMT

ભરૂચ નગરપાલિકાના માથે 40 કરોડ રૂપિયાનું દેવું હોવાનો સણસણતો આક્ષેપ વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ કરતાં રાજકારણ ગરમાયું છે...

ભરૂચ નગરપાલિકાના વર્ષ 2022-23ના અંદાજપત્ર એટલે કે બજેટને મંજુર કરવા માટે સામાન્યસભા બોલાવવામાં આવી હતી. પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં મળેલી સામાન્ચ સભામાં 10 કામોનો એજન્ડામાં સમાવેશ કરાયો હતો. વિપક્ષના નેતા સમશાદઅલી સૈયદે પાલિકા સત્તાધીશોએ રજુ કરેલાં અંદાજપત્રને અંધારપત્ર ગણાવ્યું હતું. નગરપાલિકાના માથે 40 કરોડ રૂપિયાનું દેવું હોવાનો તેમણે આક્ષેપ કરતાં માહોલ ગરમાયો હતો. વિપક્ષના સભ્યોએ બજેટની કોપી પણ ફાડી નાખી હતી.

નગરપાલિકાની સામાન્યસભામાં શહેરની માળખાકીય સુવિધાઓ તથા વિકાસના કામો સહિતના મુદ્દે બંને પક્ષના નગરસેવકો વચ્ચે દલીલબાજી થઇ હતી. શાસક અને વિપક્ષના નગરસેવકો એકબીજા પર આરોપો પ્રતિ આરોપો લગાવતાં રહયાં હતાં. શાસકોએ બહુમતીથી બજેટને મંજુર કરાવ્યું હતું. નગરપાલિકાના કર્મચારીઓના વેતનમાં વધારો કરવાની દરખાસ્ત પણ સામાન્ય સભામાં મંજુર કરી દેવામાં આવી છે.

Tags:    

Similar News