ભરૂચ : પડતર માંગણી ન સંતોષાતા સરકારી કર્મચારીઓનું ધરણા પ્રદર્શન

ભરૂચમાં ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતી અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોને લઈ ધરણા પ્રદર્શનનું આઓજન કરવામાં આવ્યું હતું

Update: 2022-01-06 10:30 GMT

ભરૂચમાં ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતી અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોને લઈ ધરણા પ્રદર્શનનું આઓજન કરવામાં આવ્યું હતું

ભરૂચ કલેક્ટર કચેરી બહાર ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ ૧૬ પડતર પ્રશ્નો બાબતે હજુ સુધી સરકાર દ્વારા કોઈ હકારાત્મક અભિગમ ન હોવાથી કર્મચારી મંડળ દ્વારા ધરણાં પર બેસી માંગ કરી કરવામાં આવી હતી કે ભારત સરકારના ધોરણે રાજ્યના કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ આપવું ,ભારત સરકારના ધોરણે રાજ્યના કર્મચારીઓને સાતમા પગાર પંચના બાકી લાભો આપવાની માંગ કરવામાં આવી હતી અને જો માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિના અધ્યક્ષ વિષ્ણુ પટેલ, પ્રમુખ આર એચ પટેલ,મહામંત્રી દિનેશ દેવમુરારી, પ્રદ્યુમનસિંહ વાઘેલા સહિતના આગેવાનો જોડાયા હતા

Tags:    

Similar News