ભરૂચ : નોબાર ગામે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરાયું, ગ્રામજનોમાં ખુશી...

જિલ્લાના જંબુસર તાલુકાના નોબાર ગામે રૂપિયા 16 લાખ ઉપરાંતના ખર્ચે વિકાસ પામનાર કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યું હતું

Update: 2022-05-21 10:08 GMT

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નોબાર ગામે રૂપિયા 16 લાખ ઉપરાંતના ખર્ચે વિકાસ પામનાર કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે, નોબાર ગામના ઈતિહાસમાં ભારતીય જનતા પાર્ટી આવ્યા પછી સૌથી મોટી ગ્રાન્ટ જિલ્લા પંચાયત દ્વારા ફાળવાતા વિવિધ ખાતમુહૂર્ત અને લોકાર્પણ જિલ્લા પંચાયત સદસ્ય સંજયસિંહ સિંધાના હસ્તે કરવામાં આવ્યું હતું.

ગુજરાત સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ યોજનાઓના લાભો મળે અને ગ્રામજનો પ્રાથમિક સુવિધાઓથી વંચિત ન રહી જાય તે માટે સરકાર કટિબધ્ધ છે. જે અંતર્ગત જિલ્લા પંચાયત સદસ્ય સંજય સિંધાના પ્રયત્નોથી પોતાના મત વિસ્તારના નોબાર ગામ ખાતે ગામમાં વિવિધ વિકાસ કામો જેમ કે, રૂ. 6 લાખના બ્લોક, રૂ. 1.50 લાખનો ગેટ, રૂ. 8 લાખની સંરક્ષણ દિવાલ, રૂ. 1 લાખની એલઇડી મળી કુલ રૂપિયા 16 લાખ ઉપરાંતના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયતના માધ્યમથી સૌથી મોટી ગ્રાન્ટ ફાળવવામાં આવી તે બદલ ગુજરાત સરકાર તથા જિલ્લા પંચાયતનો ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો હતો. નોબાર ગામમાં વિવિધ વિકાસ કામોને લઇ ગ્રામજનોમાં ખુશીની લહેર વ્યાપી હતી.

Tags:    

Similar News