ભરૂચ : મકતમપુર નજીક મુખ્ય માર્ગ પર 2 આખલાઓ વચ્ચે યુદ્ધ, લોકો પરેશાન.

ભરૂચ શહેરના મકતમપુર તરફ જવાના મુખ્ય માર્ગ પર 2 આખલાઓ વચ્ચે યુદ્ધના દ્રશ્યો સર્જાયા હતા,

Update: 2021-11-03 09:05 GMT

ભરૂચ શહેરના મકતમપુર તરફ જવાના મુખ્ય માર્ગ પર 2 આખલાઓ વચ્ચે યુદ્ધના દ્રશ્યો સર્જાયા હતા, ત્યારે અહીથી પસાર થતાં રાહદારીઓ સહિત અનેક વાહનચાલકોને ભારે હાલકી વેઠવાનો વારો આવ્યો હતો.

Full View

ભરૂચમાં દિવસેને દિવસે રસ્તે રઝળતા ઢોરનો આતંક વધી રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં રખડતા ઢોરનો અંડીગો જોવા મળી રહ્યો છે. જોકે, ભરૂચ નગરપાલિકા દ્વારા રસ્તે રખડતાં ઢોરોને પકડી તેના માલિકો સામે દંડનીય કાર્યવાહી તો કરવામાં આવે છે, પરંતુ માલિકો દ્વારા ફરીથી તેમના ઢોરોને છુટ્ટો દોર આપી ખુલ્લા મુકી દેવામાં આવે છે, ત્યારે આ ઢોર જાહેર માર્ગો પર અંદરોઅંદર યુદ્ધ કરતા રાહદારીઓ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

જોકે, આખલા યુદ્ધના કારણે અગાઉ લોકોના જીવ પણ ગયા હોવાના બનાવો બની ચૂક્યા છે, ત્યારે મકતમપુર તરફ જવાના મુખ્ય માર્ગ પર બુધવારની સવારે આવી જ એક ઘટના સર્જાય હતી. જેમાં બે કદાવર આખલા જાહેરમાં જોરદાર બાખડે છે. આપ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકો છો કે, માર્ગ પરથી પસાર થતાં 2 ટુ વ્હિલર, 1 રીક્ષા સહિત 1 કાર પણ આખલા યુદ્ધની ઝપેટમાં આવતા માંડ માંડ બચી જાય છે. એક તરફ દિવાળીની ખરીદી માટે લોકો બહાર નીકળતા હોય છે, ત્યારે જાહેર માર્ગો છાસવારે થતું આખલા યુદ્ધ લોકોને ભયભીત બનાવી રહ્યું છે. જોકે, હવે ખુંટીયાઓના ત્રાસમાંથી લોકોને મુક્તિ અપાવવા ભરૂચ નગરપાલિકા દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

Tags:    

Similar News