ભરૂચ: અંકલેશ્વર નજીક હાઇવે પરથી રૂ.10 લાખની કિમતનો વિદેશી દારૂનો જથ્થો બિનવારસી હાલતમાં ઝડપાયો

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રએ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર ટીમ પેટ્રોલિંગમાં હતી

Update: 2022-04-14 06:30 GMT

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રએ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન નેશનલ હાઇવે ઉપર આવેલ હોટલ એક્સેલના પાર્કિંગમાં શંકાસ્પદ ટેમ્પો હોવાની બાતમી મળતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જીજે 16 એયુ 9597 નંબરનો ટેમ્પો પાર્કિંગમાં નજરે પડ્યો હતો. પોલીસ તપાસ કરતા આસપાસ કોઈ ચાલક કે ક્લીનર મળી આવ્યા ન હતા. પંચ રૂબરૂ ટેમ્પોની તલાસી લેવામાં આવતા પોલીસ ચોકી ઉઠી હતી.

ટેમ્પોમાં મોટી માત્રામાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ટેમ્પોમાંથી પોલીસે પોણા દસ લાખ રૂપિયાની કિંમતની સાડા છ હજાર કરતા વધુ દારૂની બોટલ કબ્જે કરી હતી. પોલીસે દારૂ અને ટેમ્પો મળી અંદાજિત ૧૫ લાખ રૂપિયાનો મુદ્દામાલ જમા કરી અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી તપાસ શરુ કરી છે.  

Tags:    

Similar News