ભરૂચ : બહેનો માટે રક્ષાબંધનના દિવસે સીટી બસની મફત સવારી, પાલિકાએ આપી અનોખી ભેટ...

ભરૂચ નગરપાલિકા દ્વારા રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખી બહેનો માટે તમામ સીટી બસમાં મફત સવારી સુવિધા સાથે એક અનોખી ભેટ આપવામાં આવી છે.

Update: 2022-08-10 11:38 GMT

ભરૂચ નગરપાલિકા દ્વારા રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખી બહેનો માટે તમામ સીટી બસમાં મફત સવારી સુવિધા સાથે એક અનોખી ભેટ આપવામાં આવી છે.

ભાઈ-બહેનના પવિત્ર સંબંધ વિશ્વના સૌથી સુંદર સંબંધોમાંનો એક છે. આમાં ઝઘડા અને ઝઘડાની સાથે એકબીજા માટે નિઃસ્વાર્થ પ્રેમ હોય છે. ભાઈ-બહેન એકબીજાના પ્રથમ અને સૌથી નજીકના મિત્રો છે. આ પ્રેમાળ સંબંધને વધુ ખાસ બનાવવા માટે દર વર્ષે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. રક્ષાબંધનના અવસર પર બહેન તેના ભાઈને અચૂક રાખડી બાંધે છે, ત્યારે ભરૂચ નગરપાલિકાએ રક્ષાબંધનના તહેવાર નિમિતે બહેનો માટે સિટી બસમાં મફત મુસાફરીની જાહેરાત કરી છે. ભરૂચ શહેરમાં તહેવાર દરમ્યાન મોટી સંખ્યામાં બહેનો ભાઈને રાખડી બાંધવા આવતી હોય છે, ત્યારે બહેનોનો ભાઈના ઘર સુધીનો મુસાફરી ખર્ચ બચાવવાના હેતુથી ભરૂચ નગરપાલિકાએ બહેનોને શહેરના તમામે તામમ 11 રૂટ પર મહિલાઓ માટે મફત મુસાફરીની ઘોષણા કરી છે.

Tags:    

Similar News