ભરૂચ : જૂના ભરૂચમાં સિંધી લોકોના નુતન વર્ષની ઉજવણી, જાણો ઝૂલેલાલ મંદિરનો અનેરો મહિમા

ભરૂચમાંચૈત્રી બીજે સિંધી સમાજના નવા વર્ષ અને ભગવાન ઝુલેલાલની જન્મ જયંતિ ચેટીચાંદ પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી

Update: 2022-04-02 06:57 GMT

ભરૂચમાંચૈત્રી બીજે સિંધી સમાજના નવા વર્ષ અને ભગવાન ઝુલેલાલની જન્મ જયંતિ ચેટીચાંદ પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી

કોરોના મહામારીના બે વર્ષ બાદ આ વર્ષે ચૈત્ર બીજના દિવસે ચેટીચાંદ પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવી. ભરૂચમાં સિંધી સમાજના નૂતન વર્ષ ચેટીચાંદ અને ઝુલેલાલ ભગવાનના જન્મ દિન ચૈત્રી બીજની ભાગાકોટ ઓવારા સ્થિત સિંધી સમાજના ર્તી‍થસ્થાન ઝુલેલાલ મંદિર ખાતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.ચેટીચાંદ નિમિત્તે મંદિરે ઝુલેલાલની પ્રતિમાની જળ-જયોતથી પૂજા કરાઈ. કહેવાય છે કે મંદિરમાં હિંદુસ્તાનના ભાગલા સમયે સિંધમાંથી ઠાકોર આસન લાલજી દ્વારા અખંડ જયોત લાવી ભાગાકોટ ખાતે મંદિરની સ્થાપના કરાઇ હતી.

Tags:    

Similar News